ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે બગસરાના શિવા ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શહેરનું ગૌરવ વધારનાર મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રખર સુંદરકાંડ આરાધક જમનભાઈ ધોરડા (સોની)ને તેમની નિઃસ્વાર્થ ભક્તિ અને સમાજસેવાઓ બદલ વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિવા ગ્રુપના પ્રમુખ નિતેશભાઈ ડોડીયા સહિત જનકભાઈ, ચંદ્રેશભાઈ વાઘેલા, પ્રશાંત સોની, હિતેશ સોની, અશોકભાઈ બાબરીયા અને કલ્પેશભાઈ ભાયાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ જમનભાઈની સેવાકીય
પ્રવૃત્તિઓને બિરદાવી હતી.