ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ ૩૦,૫૦૦ મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે.
૨૩મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન ૫૯.૦૪ ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો. જા કે કોંગ્રેસના અનુભવી ઉમેદવાર પર ભાજપની સંગઠન શક્તિ ભારે પડી હતી. તેના કારણે કોંગ્રેસે આ બેઠક પર પરાજીત થઈ છે.