કેશોદમાં જાણે સમરાંગણ મચ્યુ હોય તેમ ધારિયા અને કુહાજી જેવા શસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો હતો. પાંચથી પણ વધુ લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હુમલાનો ભોગ બનેલાઓના નિવેદનો લીધો છે અને આ ઘટના બની હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ ખંગોળવાનું શરૂ કરી દીધુ છે. તેના આધારે પોલીસ બીજા આરોપીઓ સામે ગુનો નોંધવાનું નિશ્ચિત કરશે. રાજકારણમાં હવે જાણે ચૂંટણીલક્ષી હિંસા તેનુ એક અનિવાર્ય તત્વ બની ગયું લાગે છે. દરેક પક્ષ જાણે એકબીજાને પછાડવામાં લાગેલો છે.
એક સમયે જે વૈચારિક લડાઈ હતી હવે તે જાણે દ્વંદયુદ્ધ બની ગઈ છે. કાર્યકરો એકબીજા સામે જંગે ચઢીને પુરવાર શું કરવા માંગે છે. વૈમનસ્યને રાજકારણમાં કોઈ સ્થાન ન હોવું જાઈએ, તેના બદલે રાજકારણના કારણે જ વૈમનસ્ય ફેલાય છે. ચૂંટણીના પરિણામ આવ્યા પછી વિજય અને પરાજય બંને સ્વીકારવાની માનસિકતામાં નોંધપાત્ર તફાવત જાવા મળ્યો છે.
પહેલા વિજયી બનેલો ઉમેદવાર વિવેકી અને વિનમ્ર બનતો હતો અને હવે વિજય મેળવનાર ઉમેદવાર વધુને વધુ અભિમાની થતો જાય છે, આ સિવાય પરાજીત થતો ઉમેદવાર વિજયી ઉમેદવારને અભિનંદન આપતો હતો અને ભવિષ્ય માટે મહેનત કરવાની તૈયારી કરતો હતો. તેની સામે હવે પરાજીત ઉમેદવાર અને તેના સમર્થકો લોકોને ધમકી આપતા જાવા મળે છે.










































