ચોટીલા તાલુકાના ઘાંચીવાડ વિસ્તારમાં ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ ખાનગી બાતમીના આધારે એ એન ટી એફ. રાજકોટ ઝોન સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મોટરસાઈકલ સાથે અટકાવવામાં આવ્યા હતા. તેમની પાસે તપાસ કરતા કુલ ૩૩૦ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કર્યો હતો. ઘટના સ્થળેથી ત્રણેય આરોપીઓને કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં મુબીન યુનિસભાઈ હમિરકા (ઉ. ૩૨, ચોટીલા), આમીન ઉર્ફે ભોલો રમેશભાઈ મુલ્તાધન (ઉ. ૩૩, થાન પ્રજાપતી પાર્ક) અને સલમાન રફીકભાઈ સોલંકી (ઉ. ૨૨, ચોટીલા)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી ૩૩૦ ગ્રામ ગાંજા (અંદાજિત કિંમત ૧૬,૫૦૦), ૩ મોબાઈલ ફોન (૨૫,૦૦૦), ૨ છરી (૨૦૦) અને ૩ મોટરસાઈકલ (૯૦,૦૦૦) સહિત કુલ ૧,૩૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એનડીપીએસ એકટ ૧૯૮૫ની કલમ ૨૦(બી)(૨)(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ માટે કેસ ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.