મહારાષ્ટ્રના રાજકારણ સાથે સંબંધિત એક મુખ્ય સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. એનસીપી (શરદ પવાર જૂથ) સાંસદ સુપ્રિયા સુલેએ બારામતીને લગતી એક મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ પરિવારના કોઈપણ સભ્ય સામે ચૂંટણી લડશે નહીં. મહારાષ્ટ્રના રાજકારણમાં આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે બારામતી બેઠક લાંબા સમયથી પવાર પરિવારનો ગઢ રહી છે.
જ્યારે નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારને સુપ્રિયા સુલેની જાહેરાત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ ચૂપ રહ્યા અને કોઈ ટિપ્પણી કરી નહીં. દરમિયાન, અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી અદિતિ તટકરેએ સુપ્રિયા સુલેના નિવેદનનું સ્વાગત કર્યું, જેમાં કહ્યું કે સુપ્રિયા સુલે એક વરિષ્ઠ નેતા છે અને તેમનું વલણ સકારાત્મક છે. તેમના મતે, “રાજકારણ એક વસ્તુ છે, અને પરિવાર બીજી વસ્તુ છે. પરિવાર એક રહેવો જાઈએ; રાજકારણ ચાલુ રહેશે.”
એ નોંધવું જાઈએ કે મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીના ધારાસભ્ય હતા. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમના ભત્રીજા અને એનસીપી (શરદ ચંદ્ર પવાર) ના ઉમેદવાર યુગેન્દ્ર પવારને હરાવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં બારામતી ક્ષેત્રમાં નોંધપાત્ર રાજકીય ગતિવિધિઓ જાવા મળી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, સુપ્રિયા સુલેએ બારામતી બેઠક માટે અજિત પવારની પત્ની અને ભાભી સુનેત્રા પવારનો સામનો કર્યો હતો. સુપ્રિયા સુલેએ સુનેત્રા પવારને ૧૫૮,૩૩૩ મતોથી હરાવ્યા હતા.
નોંધનીય છે કે જાન્યુઆરીમાં એનસીપી વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. અજિત પવાર વિધાનસભામાં આઠ વખત બારામતીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્્યા છે. આ બેઠક માટે તાજેતરમાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. એનસીપી વતી સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે. સુનેત્રા પવાર ૨૨ ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે.










































