વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ જુલાઈના રોજ હરિયાણાના જીંદ રેલ્વે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી. શિવસેના (યુબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ પગલાની પ્રશંસા કરી છે. તેમણે અગાઉ ૨૦ જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના આગામી ચોમાસુ સત્રમાં મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. વિપક્ષ ઇન્ડિયા બ્લોકના નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તમામ પક્ષોને અપીલ કરી હતી કે મહિલાઓ માટે ૩૩ ટકા અનામતને વાસ્તવિકતા બનાવવાનો સમય આવી ગયો છે. આનાથી અટકળોને વેગ મળ્યો છે.
શિવસેના (યુબીટી) ના પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર કહ્યું, “જર્મની, યુકે, ફ્રાન્સ, ઇટાલી અને યુએસ જેવા દેશોમાં હાઇડ્રોજન ટ્રેનોનો ઉપયોગ અથવા પરીક્ષણ પહેલાથી જ થઈ રહ્યું છે. હરિયાણામાં આ લોન્ચ સાથે, ભારત હાઇડ્રોજન સંચાલિત રેલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા દેશોના પસંદગીના જૂથમાં જોડાશે. શાબાશ, ભારત!”
અગાઉ, ૧૫ જુલાઈના રોજ, પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકારના આગામી ચોમાસુ સત્ર પર બોલતા, સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, “મારો અંગત અભિપ્રાય હંમેશા સીમાંકન અને એવી સંસદની તરફેણમાં રહ્યો છે જે ખરેખર લોકોની શક્તિને પ્રતિબિંબિત કરે છે. પ્રતિનિધિઓની સંખ્યા વધારવાની સાથે, સંસદ અને વિધાનસભાઓમાં કાર્યકારી દિવસોની સંખ્યામાં પણ વધારો થવો જોઈએ.”
તેમણે કહ્યું, “સંસદમાં પસાર ન થયેલા બંધારણીય સુધારામાં બધા રાજ્યો માટે ૫૦ ટકા પ્રમાણસર વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેથી કોઈપણ રાજ્ય વંચિત ન રહે; આ એક યોગ્ય અને ન્યાયી પગલું હતું.”
પ્રિયંકા ચતુર્વેદીએ ઘણીવાર એકસ દ્વારા સ્વતંત્ર મંતવ્યો વ્યક્ત કર્યા છે, ઘણીવાર પાર્ટી લાઇનથી ભટકતા. જ્યારે તેણીએ આને તેના અંગત મંતવ્યો ગણાવ્યા હશે, તે ચોક્કસપણે અટકળોને જન્મ આપે છે.
હું તમને યાદ અપાવી દઉં કે ૨૦૨૩ ના નારી શક્તિ કાયદામાં, જે સર્વાનુમતે પસાર થયો હતો, તેમાં અનામત પહેલાં વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયાનો સમાવેશ થતો હતો. મેં આ પહેલા પણ કહ્યું છે, અને હું ફરીથી ભારપૂર્વક કહું છું કે, પક્ષોએ તેમના વલણ પર પુનર્વિચાર કરવો જાઈએ અને ખાતરી કરવી જોઈએ કે આ પ્રક્રિયા, જે પહેલાથી જ ખૂબ મોડું થઈ ગયું છે, તેને કાયદો બનવા માટે જરૂરી સમર્થન મળે.
આ વર્ષે સંસદનું ચોમાસુ સત્ર ૨૦ જુલાઈથી ૧૩ ઓગસ્ટ સુધી બોલાવવામાં આવ્યું છે. ભાજપના નેતૃત્વ હેઠળની દ્ગડ્ઢછ સરકારની તુલનામાં સંસદના બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોની સંખ્યામાં તાજેતરમાં ઘટાડો થવાથી એવી અટકળો થઈ છે કે સરકાર ફરી એકવાર લોકસભા અને રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા વધારવા માટે બંધારણ સુધારો બિલ રજૂ કરવાનો પ્રયાસ કરશે, જેનાથી મહિલાઓ માટે ૩૩% અનામતનો લાભ સુનિશ્ચિત થશે.આ એક એવો વિચાર છે જેનો સમય આવી ગયો છે. આશા છે કે, બધા પક્ષો તેમના વલણ પર પુનર્વિચાર કરશે અને મહિલા અનામતને વાસ્તવિકતા બનાવશે.