પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકાર સત્તામાં આવ્યા પછી, આરએસએસ ઝડપથી વિસ્તરી રહ્યું છે. બે મહિનામાં ૩૦,૫૦૦ લોકો આરએસએસમાં જાડાયા છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અહીં સત્તામાં હતી ત્યારે પણ દર મહિને સેંકડો લોકો આરએસએસમાં જાડાતા હતા, પરંતુ હવે આ આંકડો હજારો સુધી પહોંચી ગયો છે. મે અને જૂનમાં, ૩૦,૫૦૦ લોકો આરએસએસમાં જાડાયા હતા.
છેલ્લા છ મહિનાના ડેટાના આધારે, તૃણમૂલ કોંગ્રેસ સરકાર દરમિયાન ખૂબ ઓછા લોકો આરએસએસમાં જાડાયા હતા. આ સંખ્યા હવે વધી છે. આરએસએસ તરફથી મળેલી માહિતી અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ સરકાર દરમિયાન લોકો ભયભીત હતા. હવે, લોકો ખુલ્લેઆમ આરએસએસમાં જાડાઈ રહ્યા છે. આરએસએસ શાખાઓ શહેરી વિસ્તારોમાં તેમજ બ્લોક અને ગ્રામ પંચાયત સ્તરે વિસ્તરી રહી છે.
હાલમાં,આરએસએસ દક્ષિણ બંગાળ, મધ્ય બંગાળ અને ઉત્તર બંગાળમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે. આરએસએસએ બંગાળને ત્રણ પ્રાંતોમાં વિભાજિત કર્યું છેઃ દક્ષિણ બંગાળ, કોલકાતામાં મુખ્ય મથક; મધ્ય બંગાળ, બર્ધમાનમાં મુખ્ય મથક; અને ઉત્તર બંગાળ, સિલિગુડીમાં મુખ્ય મથક. ૨૦૧૩ સુધી, પશ્ચિમ બંગાળમાં આરએસએસ શાખાઓની સંખ્યા ફક્ત ૮૦૦ ની આસપાસ હતી. ૨૦૨૧ માં, તે લગભગ ૩,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી. ૨૦૨૪માં, સંઘ શાખાઓની સંખ્યા ૪,૫૫૦ હતી, જે વધીને ૫,૫૦૦ થઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળમાં કયા મહિનામાં કેટલા લોકો સંઘમાં જાડાયા, મહિનો નવા સભ્યોઃ જાન્યુઆરી ૫૬૩,ફેબ્રુઆરી ૩૩૨,માર્ચ ૬૯૭, એપ્રિલ ૧,૩૩૯,મે ૨૨,૧૭૧,જૂન ૮,૪૭૯
સંઘના વિશ્વસનીય †ોતો પાસેથી મળેલા ડેટા અનુસાર, પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન સંઘમાં જાડાઈ રહ્યા છે. આમાં તમામ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે, જેમાં યુવાનોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ભારતભરમાં સંઘ શાખાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જાવા મળી રહ્યો છે. ૨૦૨૫માં, સંઘ શાખાઓની સંખ્યા ૫૧,૭૪૦ હતી. ૨૦૨૬માં, આ સંખ્યા વધીને ૫૫,૬૮૩ થઈ ગઈ છે. ૨૦૨૫માં, ૮૩,૧૩૯ શાખાઓ હતી, જે ૨૦૨૬માં વધીને ૮૮,૯૪૯ થઈ ગઈ છે. મંડળોની સંખ્યા ૨૦૨૫માં ૩૨,૧૪૭ થી વધીને ૨૦૨૬માં ૩૨,૬૦૬ થઈ ગઈ. મંડળોની સંખ્યા ૨૦૨૫માં ૧૨,૦૯૧ થી વધીને ૨૦૨૬માં ૧૩,૨૧૧ થઈ ગઈ.