ધારી પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નવી એક્ટિવા લેતા પહેલાં મને કેમ પૂછ્યું નહીં તેમ કહી થયેલી બોલાચાલી બાદ પરિણીતાએ ફિનાઈલ પી લેતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસમાં નોંધાયેલી વિગત પ્રમાણે, મહિલાએ તેના દીકરાને એક્ટિવા લઈ આપ્યું હતું. જેથી કૌટુંબિક ભાઈએ “નવી એક્ટિવા લેતા પહેલાં મને કેમ પૂછ્યું નહીં?” તેમ કહી બોલાચાલી કરી હતી. આથી મનમાં લાગી આવતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું.ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. ડી. વાળા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.








































