જાફરાબાદમાં વેપાર કરતા નીખીલભાઇ પ્રેમજીભાઇ સોલંકી (ઉ.વ.૩૨) એ સાગર માયા બારૈયા, રામ બારૈયા, માયા રામ બારૈયા, પંકેશ ધોની, જગદીશ ગોરીખાયો, બાબુ રામ બારૈયા, વિશાલ રામ બારૈયા, રવિ પરમાત્મા, માયા રામ બારૈયાની દીકરી તથા માયા રામ બારૈયાની પત્નિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેના મિત્ર હરેશભાઇ કરશનભાઇ ભાલીયા જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં સૂકી મચ્છી અને લાકડાનો વેપાર કરે છે.
બે દિવસ પહેલા તેઓસાંજના આશરે પાંચ વાગ્યે પોતાની ઓફિસેથી ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જાફરાબાદ-રાજુલા રોડ પર ‘વાય પોઇન્ટ’ પાસે બાપા સીતારામની મઢુલી નજીક આરોપીઓએ તેમને આંતર્યા હતા. આરોપી સાગર માયા બારૈયા અને રામ બારૈયાએ ફરિયાદીની ફોર-વ્હીલર આગળ પોતાની મોટરસાયકલ ઉભી રાખી દીધી હતી. આરોપીઓએ “તું કેમ અમારી જ્ઞાતિના માણસો સાથે રહે છે?” તેમ કહી અને વેપાર કરતા હોવાથી અદાવત રાખી ગાળાગાળી કરી હતી. ઉપરાંત ઢોર માર માર્યો હતો તેમજ તેમના ગળામાંથી સોનાનો ચેઈન ખેંચીને લૂંટી લીધો હતો.










































