તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને લોકપ્રિય ટોલીવુડ અભિનેત્રી કોયલ મલ્લિકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના નિર્ણયથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. આને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસી વડા મમતા બેનર્જી માટે એક મોટા રાજકીય આંચકા તરીકે જાવામાં આવી રહ્યું છે. રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા પછી તરત જ, કોયલ મલિકે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી. આ મુલાકાતનું સત્તાવાર કારણ હજુ સુધી જાહેર થયું નથી, પરંતુ તેનાથી રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે અગાઉ ટીએમસી રાજ્યસભાના સાંસદોએ રાજીનામું આપ્યું હતું, જેના કારણે કોયલ મલિકના રાજીનામા અંગે અટકળો શરૂ થઈ હતી.નોંધનીય છે કે રાજ્યસભા સભ્ય બન્યા પછી કોયલ મલિક સંસદના એક પણ સત્રમાં હાજરી આપી ન હતી. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ, તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાંથી ૨૦૨૬ ની રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવાર જાહેર કર્યા. ત્યારબાદ ૧૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેઓ ચૂંટાયા અને ૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ રાજ્યસભા સભ્ય તરીકે શપથ લીધા. ટોલીવુડની જાણીતી અભિનેત્રી કોયલ મલિકના રાજકારણમાં પ્રવેશને ટીએમસી દ્વારા એક મોટું પગલું માનવામાં આવતું હતું. જાકે, રાજ્યસભામાં સક્રિય ભૂમિકા ભજવતા પહેલા તેમના રાજીનામાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.







































