પાટણનાં સાંતલપુરના હમીરપુરા ગામે યશોત્સવ સમારોહ યોજાયો હતો. જેમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ઉણ ગામમાં બનેલી ઘટનાને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વખોડી હતી. તેઓએ કહ્યું કે, જાયા જાણ્યા વગર ટોળાનો ભાગ બનવું એ મૂર્ખતા છે. જે લોકોએ સમાજ માટે બલિદાન આપ્યા નથી તેવા લોકો વીડિયો બનાવે છે.
પાટણના સાંતલપુરના હમીરપુરા ગામે શનિવારના રોજ યશોત્સવ સમારોહ યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી સમાજની વર્તમાન સામાજિક પરિસ્થિતિ અંગે ગંભીર નિવેદન આપ્યું હતું. તો સાથે જ પહેલીવાર શંકર ચૌધરીએ ઉણ ગામમાં બનેલી ઘટના અંગે મૌન તોડ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મંચ પરથી ઉણ ગામની ઘટનાને આડકતરી રીતે વખોડી હતી. તેઓએ કહ્યું હતું કે, જે લોકોએ સમાજ માટે બલિદાન આપ્યા નથી તેવા લોકો સોસીયલ મીડિયામાં એક જણ વીડિયો બનાવીને પોસ્ટ કરે એના પાછળ ટોળા ઍ જવું મૂર્ખતા છે. એક જણ પ્લાન કરે અને જાયા જાણ્યા વગર ટોળાનું ભાગ બનવું એ મૂર્ખતા છે.
ઉણની ઘટના બાદ શંકર ચૌધરીએ આડકતરીરીતે યુવાનોને ટકોર કરતા કહ્યું કે, જાયા જાણ્યા વગર ટોળાનું ભાગ ના બનો. એક પોલીસ કેસ થાય તો પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય બગડી જાય. ટોળાનું ભાગ બની કોઈને નુકસાન કરવું એ શુરવીરતા નથી. સંઘર્ષ કર્યા વિના પરિણામ લાવવું એ શુરવીરતા છે. સમજદારી દાખવીને કામ કરવાનું સમયનું કામ છે. અજ્ઞાનતા, ક્રોધ,અશિક્ષા સામે સંઘર્ષ કરો. અહંકાર, ઈર્ષા એ વીરતા નથી.
તેઓએ આગળ કહ્યું કે, યુવાનો સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય, ત્યા કોઈ એક વ્યક્તિ પ્લાનિંગ કરે અને વીડિયો સોશિયલ મીડિયામાં મુકે ત્યારે અભ્યાસ કરતો યુવકનું ધ્યાન ત્યા ભટકી જાય અને તે ટોળાનો ભાગ બની જાય. જે બાદ તેઓને ખબર જ નથી હોતી કે ક્યાં જાય છે? કેમ જાય છે. બસ ટોળું જાય છે એટલે જાવા લાગે છે. આવેશમાં આવીને ટોળાનો ભાગ બનવું ન જાઈએ, કારણ કે જા આ પ્રક્રિયામાં એક પણ પોલીસ કેસ થાય તો સરકારી પરીક્ષા કે કારકિર્દીની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય કાયમ માટે બગડી શકે છે. જેથી સમજદારી દાખવીને કામ કરવું જરૂરી છે.
શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, સમજણ વગર, કોઈ વાતની ખબર વગર પણ ટોળાનો ભાગ બની જવું એને હું મૂર્ખતા સિવાય કંઈ સમજતો નથી. શૂરવીરતા સિંહ જેવી હોય, એ નિર્ણય કરે એની મક્કમતા હોય, અને સંઘર્ષ કર્યા વિના કોઈ પરિણામ મળતું નથી. ટોળાનો ભાગ બની કોઈનું નુકસાન કરવું એને શૂરવીરતા ન કહી શકાય, એ તો કાયરતા હોય છે. આજની નવી પેઢીને મારો આટલો સંદેશો છે. આ સંદેશો તમને આવનારા સમયમાં સમજાશે.
સમગ્ર મામલો ત્યારે બિચકયો હતો, જ્યારે રબારી સમાજની દીકરી કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાદ કિંજલ રબારી સમાજના સમાધાન બાદ ઘરે પરત ફરી હતી. તો બીજી તરફ, ચૌધરી સમાજની દીકરી કંકુ ચૌધરીનો મુદ્દો સામે આવ્યો હતો. જેમાં કંકુ ચૌધરીએ એક વર્ષ પહેલા રબારી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાદ ચૌધરી સમાજે દીકરીને પરત લાવવા આહવાન કર્યુ હતુ. જેના ભાગરૂપે ચૌધરી સમાજનું સંમેલન યોજાયુ હતું. સંમેલન બાદ ઉણ ગામ ખાતે રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો સામસામે આવી ગયા હતા.

ઓગડના ઉણ ગામમાં ટોળાએ કરી તોડફોડ…
ઓગડના ઉણ ગામમાં ટોળાએ ગામમાં ચૌધરી સમાજ અને રબારી સમાજના લોકો સામસામે આવી ગયા હતા. ઉણ ગામ ખાતે ભારે તોડફોડ મચાવાઈ હતી. ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. હજારોના ટોળાએ ગામમાં કરી તોડફોડ હતી. તો આ કેસમાં ૬૨ લોકોની અટકાયત કરાઈ હતી.