જાફરાબાદ ખાતે નવનિર્મિત નમો ઓડિટોરિયમ હોલનું ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા જનપ્રતિનિધિઓનો સત્કાર સમારંભ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આયોજનને ‘કેસરિયા વિજય ઉત્સવ’ તરીકે ઉજવી મતદારોનો આભાર માનવામાં આવ્યો હતો.