જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ નજીકથી એક કરુણ ઘટના સામે આવી છે. પિતાએ પોતાના જ આઠ વર્ષના પુત્રની કથિત હત્યા કર્યા બાદ, પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.પ્રાથમિક માહિતી મુજબ, જયેશભાઈ નાયકા પોતાના આઠ વર્ષના પુત્રને સુસ્કાલ ગામ નજીક ઓરસંગ નદીના કિનારે લઈ ગયા હતા. ત્યાં તેમણે કથિત રીતે પુત્રની હત્યા કર્યા બાદ નદીકિનારે પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં બાળકનું મોત નીપજ્યું હતું.પુત્રનું મોત નિપજાવ્યાં બાદ જયેશભાઈ નાયકાએ પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોÂસ્પટલમાં ખસેડાયા હતા. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, જયેશભાઈની પત્ની ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને જતી રહી હતી. જાકે, આ ઘટનાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. પાવીજેતપુર પોલીસે અશોકભાઈ વિઠ્ઠલભાઈ નાયકાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.માસૂમ બાળકના મોત અને પિતાના જીવન ટૂંકાવવાના પ્રયાસની ઘટનાને પગલે સુસ્કાલ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસ તપાસ બાદ જ ઘટનાની વધુ વિગતો સામે આવશે.આ અંગે પાવી જેતપુરના પીઆઇ એલ. પી. રાણાએ જણાવ્યું હતું કે, સુસ્કાલ ગામના અશોકભાઈ વિઠ્ઠલભાઈ નાયકાએ જેતપુર પાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, જયેશભાઈ નાયકાની પત્ની ઘર છોડીને ચાલી જતાં, જયેશ નાયકા ડિપ્રેશનમાં હોય કે કોઈ અન્ય કારણોસર પોતાના આઠ વર્ષના પુત્રની હત્યાં કરી, પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગામ લોકોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનાર જયેશ નાયકાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે તેને વડોદરા ખસેડવામાં આવ્યો છે. આરોપીની હાલ હાલત ગંભીર છે, અને આ મામલે તપાસ ચાલુ છે.




































