હાલમાં ગુજરાત રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યભરમાં જાણે મેઘરાજાએ ‘ફૂલ ફોર્મ’માં બેટિંગ શરૂ કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી, રાજ્યનો લગભગ દરેક ખૂણો વરસાદી પાણીમાં તરબોળ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં ‘જળતાંડવ’ જેવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને લોકોની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક અને અવિરત વરસાદ નોંધાયો છે. આ વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે રાજ્યના ૬ તાલુકાઓમાં તો ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ એકસાથે ખાબક્યો છે. આ આંકડાઓ જ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. જેમાં ૬ તાલુકામાં ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં ૧૭ ઈંચ, નવસારીમાં ૧૫ ઈંચ, સુરત શહેરમાં ૧૪ ઈંચ, કપરાડામાં ૧૩ ઈંચ અને જલાલપોરમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્્યો છે. આ ઉપરાંત રાજ્યના ૭૬ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કુલ ૨૮ તાલુકાઓમાં ૪ ઇંચથી લઈને ૧૮.૫ ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સૌથી વધુ જોવા મળ્યું છે.
સૌથી વધુ અસર ડાયમંડ સિટી સુરતમાં જોવા મળી છે. સતત ભારે વરસાદને લીધે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉધના, લિંબાયત અને સચિન જેવા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૩ લોકોના ઘાયલ થવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
સ્થિતિની ગંભીરતાને જાતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩ દ્ગડ્ઢઇહ્લ અને ૪ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં આશરે ૩૪૦૦ લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિસ્થાપિત થયેલા લોકો માટે કોમ્યુનિટી હોલમાં રહેવા અને જમવાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
સુરતમાં વરસાદની સાથે ખાડીઓનું સ્તર વધતા પરિસ્થિતિ વધુ વણસી છે. પાંડેસરામાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા તેની આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાગસેન નગરમાં તો પાણી ૪ ફૂટ સુધી ભરાઈ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવકરીનો સામાન બચાવવા માટે પરિવારોએ ભારે જહેમત ઉઠાવવી પડી છે.
બીજી તરફ, મીઠીખાડીની સ્થિતિ પણ અત્યંત ગંભીર બની છે. ઇતિહાસમાં પ્રથમવાર મીઠીખાડી બ્રિજ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. ડુંભાલ ટાંકી સુધીનો સમગ્ર વિસ્તાર પાણીમાં હોવાથી લોકો ઘરોમાં ફસાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોમાં ભારે ભયનો માહોલ જાવા મળી રહ્યો છે અને જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. માત્ર સુરત જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. બારડોલી ૯.૫ ઇંચ, અંબિકા ૯ ઇંચ, તાપી (ડોલવણ) ૯ ઇંચ, મહુવા ૯ ઇંચ, ડાંગ ૮.૭૫ ઇંચ, સુબીર અને ગણદેવી ૮ ઇંચ અને વાલોડ અને ચીખલીમાં ૭.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના ૨૮ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને વાહનો ડૂબી જવાની અનેક ઘટનાઓ બની છે. બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનોને ભારે નુકસાન થયું છે અને લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત વરસાદને કારણે જળાશયો અને નદીઓ પણ ભયજનક સપાટી પર વહી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે સ્થિતિ ચિંતાજનક છે. મેઘરાજાએ જે રીતે બેટિંગ કરી છે, તેણે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાન્ય માનવીના જીવન પર ઊંડી અસર કરી છે. આગામી સમયમાં જ્યારે વરસાદનું જાર ઘટશે ત્યારે જ સ્થિતિ થાળે પડશે, પરંતુ અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રાખવાની અને તેમને મદદ પહોંચાડવાની છે.





































