પંજાબ પોલીસે ટાંડા પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ સ્ટેશન હાઉસ ઓફિસર ગુરિન્દરજીત સિંહ નાગરાની ૪ કરોડ (૪૦૦,૦૦૦) ખંડણી અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે. યુએસ એફબીઆઇના ‘ઓપરેશન હાર્ડબોલ’માં તેમનું નામ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ એજન્સીઓ અનુસાર, નાગરા પર લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે મળીને અમેરિકામાં રહેતા એક પરિવાર પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે. ડીઆઈજી જાલંધર રેન્જ નવીન સિંગલાના નિર્દેશ પર તપાસ પૂર્ણ થયા બાદ, નાગરા સામે ખંડણી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ જલંધરના પોલીસ અધિક્ષક (તપાસ) વનીત અહલાવતને સોંપવામાં આવી હતી.
આ કેસ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ટાંડાના મિયાની ગામમાં થયેલી આપ કાર્યકર અને ઉદ્યોગપતિ બલવિંદર સિંહ સતકર્તાની હત્યા સાથે પણ જોડાયેલો છે. પોલીસે શરૂઆતમાં અમેરિકામાં રહેતા નિવૃત્ત એએસઆઇ ચરણજીત સિંહને હત્યાના મુખ્ય કાવતરાખોર તરીકે નામ આપ્યું હતું. જાકે, બાદમાં યુએસ એજન્સીઓએ આરોપ લગાવ્યો હતો કે કેસમાં તેમની સંડોવણી અને રાહત મેળવવાના બદલામાં તેમના પરિવાર પાસેથી ૪૦૦,૦૦૦ ની ખંડણી માંગવામાં આવી હતી. અમેરિકી અધિકારીઓનો દાવો છે કે આ સમગ્ર નેટવર્કમાં કેટલાક ભારતીય પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા, જેમાં તત્કાલીન સ્ટેશન ઓફિસર ગુરિન્દરજીત સિંહ નાગરાનો પણ સમાવેશ થાય છે. હવે, તેમની ધરપકડ સાથે, તપાસ વધુ તીવ્ર બની છે.








































