વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત જ્ર૨૦૪૭’ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા દેશના પ્રથમ ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ ૨૦૨૬’માં ગુજરાતે ૫૬.૬ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ૧૭ અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાતે મહારાષ્ટ્ર (૫૩.૭) અને તમિલનાડુ (૫૩.૩)ને પાછળ રાખીને દેશના સૌથી ‘ઇન્વેસ્ટમેન્ટ-ફ્રેન્ડલી’ રાજ્ય તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. આ રેન્કિંગના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, કાર્યક્ષમ વહીવટી વ્યવસ્થા અને રોકાણને પ્રોત્સાહન આપતા સુધારાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. નીતિ આયોગનો આ સૂચકાંક ૮૪ સૂચકાંકો અને ૮ મુખ્ય સ્તંભોના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની નીતિગત સ્થિરતા અને રોકાણકારો માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ એ રાજ્યની મુખ્ય વિશેષતાઓ છે. રાજ્યનું ઇન્ડસ્ટ્રીઅલ એક્સટેન્શન બ્યૂરો રોકાણકારોને સિંગલ-વિન્ડો કલીયરન્સ સાથે એન્ડ-ટુ-એન્ડ સહાય પૂરી પાડે છે, જેના પરિણામે રોકાણની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બની છે. ઉપરાંત, ઉદ્યોગો માટે એનઓસી (નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર) સમયસર અને વાજબી ખર્ચે મળી રહે તે માટે સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રક્રિયા અમલમાં છે, જે ‘ઈઝ આૅફ ડૂઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપે છે. એટલું જ નહીં, સરકાર દ્વારા આવશ્યક સેવાઓમાં હડતાલ પરના પ્રતિબંધને કારણે રાજ્યમાં ‘લેબર ડિસરપ્શન’ (શ્રમ વિક્ષેપ)ની સ્થિતિ નહિવત્ છે. પરિણામે રાજ્યમાં ઉદ્યોગો માટે સુરક્ષિત અને સ્થિર શ્રમ વાતાવરણ ઉપલબ્ધ બન્યું છે.
રિપોર્ટ અનુસાર, ગુજરાતનું મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોને આકર્ષવામાં મહત્વનો ભાગ ભજવે છે. ધોલેરા એસઆઇઆર,જીઆઇએફટી,સીટી સાણંદ, દહેજ, ઝઘડિયા અને સાયખા જેવા આધુનિક ઔદ્યોગિક ક્લસ્ટર્સ રોકાણકારોને વિશ્વસ્તરીય પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે, જેના પરિણામે ઉદ્યોગોની સ્થાપના અને સંચાલન વધુ ઝડપી તથા સરળ બન્યાં છે. આ જ મજબૂત ઇકોસિસ્ટમના બળે રાજ્યની દ્વિવાર્ષિક ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવામાં અત્યંત સફળ રહી છે.
લોજિસ્ટિકસ અને કનેકટીવિટીના ક્ષેત્રમાં પણ ગુજરાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં દેશના કુલ સ્ટેટ હાઇવે નેટવર્કનો આશરે ૧૦% હિસ્સો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ ચાર ગણો વધુ છે. રાષ્ટ્રીય એક્સપ્રેસવેની સૌથી વધુ લંબાઈ (અંદાજિત ૬૩૫ કિમી) ગુજરાતમાં છે, જ્યારે દેશના કુલ રેલ્વે નેટવર્કનો ૭% ભાગ પણ રાજ્યમાં સ્થિત છે. રિપોર્ટ અનુસાર, ઓછા ટર્નઅરાઉન્ડ ટાઇમ અને કાર્યક્ષમ લોજિસ્ટિકસ વ્યવસ્થાને કારણે રાજ્યની સપ્લાય ચેઇન વધુ સ્પર્ધાત્મક બની છે.
રિપોર્ટમાં ગુજરાતના પાવર સેક્ટરને પણ રોકાણ આકર્ષવામાં મહત્વપૂર્ણ પરિબળ તરીકે દર્શાવવામાં આવ્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીની કિંમત રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે ૨૯% ઓછી છે. ઉપરાંત, રાજ્યમાં સરેરાશ દરરોજ ૨૩.૮ કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં વધુ છે. સ્પર્ધાત્મક વીજ દરો અને વિશ્વસનીય વીજ પુરવઠાના કારણે ગુજરાત ઉદ્યોગો માટે વધુ અનુકૂળ બન્યું છે.
રિપોર્ટ અનુસાર, ગુજરાતનો મજબૂત આર્થિક પાયો પણ રોકાણકારોના વિશ્વાસ માટે મહત્વપૂર્ણ પાસું છે. ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં રાજ્યનો ૩૧% હિસ્સો છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૪ દરમિયાન ગુજરાતનો જીએસડીપી વૃદ્ધિ દર દેશમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. રાજ્યનો પ્રતિ વ્યક્તિ જીએસડીપી ૨,૬૪,૨૩૨ છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં ૬૭% વધુ છે. આ ઉપરાંત, ગુજરાતના સ્જીસ્ઈ ક્ષેત્રમાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસની મજબૂત હાજરી (દેશભરમાં ચોથા ક્રમે) છે, જે રાજ્યમાં ગતિશીલ અને સ્થિતિસ્થાપક ઔદ્યોગિક ઇકોસિસ્ટમના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નાણાકીય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પણ ગુજરાતે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં રાજ્યની રાજકોષીય ખાધ જીએસડીપીના માત્ર ૨.૮૧% રહી, જે તમામ રાજ્યોમાં સૌથી ઓછી છે. જ્યારે રાજ્યની કુલ દેવાદારી જીએસડીપીના આશરે ૧૮% છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં લગભગ ૪૦% ઓછી છે. રાજ્યની આ મજબૂત નાણાકીય શિસ્ત રોકાણકારોને લાંબા ગાળાની સ્થિરતાનો વિશ્વાસ આપે છે.
ગુજરાતની ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ રોકાણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પરિબળ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૬૧૪ અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના કરવામાં આવી છે. પ્રતિ એક લાખની વસ્તીએ ૧.૨૪ છ્‌ન્જ સાથે ગુજરાત મોટા રાજ્યોની સરેરાશ કરતાં આશરે ૧૯% આગળ છે. પરિણામે, નવીનતા આધારિત ઉદ્યોગો અને ભાવિ ટેક્નોલાજીના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર થયો છે.