ગુજરાતમાં કુલ ૧૪૬ સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિસ્ટ છે., પરંતુ માત્ર ૨૦ જેવા સામાજિત, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃધ્ધ સમાજા જ તેનો લાભ લે છે. આ ૨૦ સમુદાયની સંખ્યા ઓબીસીની કુલ સંખ્યાની ૨૦ પણ નથી પણ ૮૦ ટકા અનામતની સીટ લે છે, બીજીતરફ નાયક, ભવાયા, તરગાળા, ભવૈયા, ઠાકોર, કોળી, દેવીપૂજક, રાવળ, ગોસ્વામી, વંજારા, ધોબી, મોટી જેવા ૧૦૦થી વધુ ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમુદાયો કોઈ સકારાત્મક લાભ મેળવી શકતા નથી. આ તફાવત દૂર કરવા ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ તાત્કાલિક અમલમાં મુકવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટના ૧૯૯૨ના ઈન્દ્રા સાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે પણ ઓબીસી અનામત વર્ગીકરણ સંપૂર્ણપણે બંધારણીય છે. ઉલ્લેખનીય છે કે ભારતા ૧૨ રાજ્યોમાં જેમાં ભાજપ અને કોગ્રેસ બન્ને શાષિત રાજ્યોનો સમાવેશ થાયછે જેમકે મહારાષ્ટÙ, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તમિલમાડુ અને કેર બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે. બિહારમાં તો છેલ્લા ૫૦ વર્ષોથી ઓબીસી અનામત વર્ગીકરણ સફળતાપૂર્વક અમલમાં છે.
ગુજરાત રાજ્ય આ નિર્ણય લેવામાં સંપૂર્ણપણે સત્તાધિકાર ધરાવે છે અને કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની કોઈ જ જરૂરિયાત નથી. તેમજ આ માટે કોઈ નવી જાતિ ગણતરી કરવાની જરૂર નથી. માત્ર એક સર્વે અને એક સમિતિની રચના દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ ૬ મહિના કરતા ઓછા સમયમાં અમલમાં મુકી શકાય.
જા ઓબીસી અનામત વર્ગીકરણ નહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ ૯૦ ટકા ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર જ રહેશે. પછી સમાવિષ્ટ વિકાસ કેવી રીતે શક્યતા બનશે. સમાજના નબળા વર્ગો માટે સરકારે જે હતો અને અનામતની વ્યવસ્થા કરી છે તે સમામ સમુદાયોને સમાન રીતે મળી રહે, તે માટે અનામત વર્ગીકરણ અનિવાર્ય છે. આથી રાજ્યોની જેમ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મુકવામાં આવે.
ઠાકોર સમાજ અને કોળી સમાજના રાજકીય સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓ અને ઠાકોર અને કોળી સમાજના હજારો લોકોએ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે મુખ્યમંત્રીને અને પ્રધાનમંત્રીને પણ લખવામાં આવી ચુક્્યા છે. તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે એવી અમારી માંગણી છે, એમ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.








































