ગીર સોમનાથ જિલ્લા કક્ષાની કે.એમ.કે. રમતોત્સવની વાલીબાલ સ્પર્ધા કોડીનાર તાલુકાના સરખડી ગામે યોજાઈ હતી. જેમાં ડી.એલ.એસ.એસ. સોમનાથ એકેડેમી કોડીનારના અંડર-૧૪ ભાઈઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ બદલ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કૃણાલભાઈસોલંકી, સ્પોટ્‌ર્સ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, મેનેજર રણજીતભાઈ દાહીમા, કોચ ગીતાબેન વાળા, ટ્રેનર હેતલબેન ઝાલા સહિત શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.