ગાંધીધામમાં આરોપી વીરા સુલેમાન નીગામના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આરોપી નીરા સુલેમાન ગાંધીધામ તાલુકાના કિડાણાનો રહેવાસી છે.આરોપી વીરા સુલેમાન તથા તેના પિતા બંને સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. તેમની વિરૂધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન તેમજ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે.દરમિયાન આરપીઓના કિડાણા સહજાનંદ સોસાયટી સર્વે નંબર ૫/૧ સાર્વજનિક પ્લોટ તા-ગાંધીધામ સ્થિત ગેરકાયદે દબાણો દૂર કરવામાંઆવ્યા હતા.આ કેસની વિગત મુજબ આરોપીએ પોતાના રહેઠાણના ફાયદા માટે કિડાણા સહજાનંદ સોસાયટી સર્વે નંબર ૫/૧ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર રીતે ૯૫૦૦ સ્ક્વેર ચોરસ ફૂટમાં ચાર પાક્કી ઓરડીઓ બનાવી દીધી હતી. તે સિવાય પ્લોટની આજુબાજુ વરંડોવાળી ગેરકાયદેસર દબાણ કરી કબ્જા કર્યો હતો. જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તે પ્લોટની અંદાજિત કિંમત રૂ.૪૦ લાખ હોવાનું સૂત્રોનું કહેવું છે.










































