કોલંબિયામાં એક ભયાનક વિમાન દુર્ઘટના થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે ઉત્તરપૂર્વીય કોલંબિયાના નોર્ટે ડી સેન્ટેન્ડર પ્રાંતના ગ્રામીણ વિસ્તારમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું. કોંગ્રેસના સભ્ય સહિત વિમાનમાં સવાર તમામ ૧૫ લોકોના આ અકસ્માતમાં મોત થયા હતા. ફ્લાઇટનું સંચાલન કરતી સરકારી એરલાઇન, સેટેનાએ જણાવ્યું હતું કે મુસાફરોનીસ્થિતિ નક્કી કરવા માટે એક બચાવ ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
કોલંબિયાના પરિવહન મંત્રાલયે પાછળથી એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કોઈ બચી શક્્યા નથી. નોંધણી નંબર એચકે ૪૭૦૯ ધરાવતું વિમાન કુકુટા એરપોર્ટથી સ્થાનિક સમય મુજબ સવારે ૧૧ઃ૪૨ વાગ્યે પર્વતોથી ઘેરાયેલા શહેર ઓકાના માટે રવાના થયું હતું. ફ્લાઇટમાં સામાન્ય રીતે લગભગ ૪૦ મિનિટ લાગે છે.
સેટેનાએ જારી કરેલા નિવેદન અનુસાર, વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે છેલ્લો સંપર્ક ટેકઓફ થયાની થોડી મિનિટો પછી થયો હતો. અધિકારીઓએ ક્રેશનું કારણ સ્પષ્ટ કર્યું નથી પરંતુ કહ્યું કે તેની તપાસ કરવામાં આવશે. એરલાઇને જણાવ્યું હતું કે નાના વિમાનમાં બે ક્રૂ સભ્યો અને ૧૩ મુસાફરો હતા, જેમાં કેટાટુમ્બોના પ્રતિનિધિ ગૃહના સભ્ય ડાયોજેનેસ કિવનેટરો, ૩૬ વર્ષીયનો સમાવેશ થાય છે.
કિવનેટરો વેનેઝુએલા સાથેના અસ્થિર સરહદી પ્રદેશમાં માનવાધિકારના જાણીતા રક્ષક હતા. વ્યવસાયે વકીલ, ક્વન્ટેરો ૨૦૨૨ માં કોલંબિયાના દાયકાઓથી ચાલતા સશષ્ટ્રો સંઘર્ષના પીડિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે નીચલા ગૃહમાં ૧૬ પ્રતિનિધિઓમાંથી એક તરીકે ચૂંટાયા હતા. તેમના પક્ષના નેતાઓએ ક્વન્ટેરોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો, તેમને સેવાની ભાવના ધરાવતા તેમના પ્રદેશના સમર્પિત નેતા ગણાવ્યા. કોલંબિયાના રાષ્ટÙપતિ ગુસ્તાવો પેટ્રોએ સોશિયલ મીડિયા દ્વારા અકસ્માત પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “આ મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”










































