રાજ્ય સરકારના ‘શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને સારવાર આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુકાવાવ તાલુકાના એક બાળકને કલેફ્‌ટ લીપની સફળ સર્જરી રાજકોટની ધ્રુવ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી આપવામાં આવી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. આર. એમ. જોષી અને તાલુકા હેલ્થ ઓફિસર ડા. ડી. જી. બલદાનીયાના માર્ગદર્શન હેઠળ કુકાવાવ તાલુકાની આર.બી.એસ.કે. ટીમે આ પ્રક્રિયામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. તા. ૧૦-૧૧-૨૦૨૫ના રોજ થયેલા આ સફળ ઓપરેશન બાદ હાલ બાળકનું સ્વાસ્થ્ય સારું છે અને ટીમ દ્વારા તેનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.