ભારતીય ક્રિકેટ ટીમે ૮ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના ફાઇનલમાં ન્યુઝીલેન્ડને એકતરફી ૯૬ રનથી હરાવ્યું. આ સાથે, ટીમ ઇન્ડિયાએ ત્રીજી વખત સફળતાપૂર્વક ટ્રોફી જીતી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ,આઇસીસી ચેરમેન જય શાહ અને ટીમ ઇન્ડિયા ના મુખ્ય કોચ સાથે, વર્લ્ડ કપ જીત્યા પછી તે જ રાત્રે હનુમાન ટ્રોફી લઈને અમદાવાદ પહોંચ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને વર્તમાન ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેને અયોગ્ય ગણાવ્યું હતું. તેમના નિવેદનથી ઘણી ચર્ચા થઈ છે. હરભજન સિંહે હવે આઝાદના નિવેદન પર તીખો જવાબ આપ્યો છે.
જ્યારે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહ, જે હાલમાં રાજ્યસભા સાંસદ છે, તેમને કીર્તિ આઝાદના નિવેદન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ભજ્જીએ જવાબ આપ્યો, “તેમની વાત ન સાંભળો; તમારે રમતગમત અને રાજકારણને અલગ રાખવા જાઈએ. તે તમારી શ્રદ્ધા છે, તમે મંદિર, ગુરુદ્વારા અથવા બીજે ક્યાંય જઈ શકો છો. જા તેઓ ટ્રોફી ક્યાંક લઈ ગયા હોય, તો તે તેમની ઇચ્છા હતી. સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરની ઈચ્છા છે કે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જાય, અને આના પર કોઈ અલગ ટિપ્પણી ન કરવી જાઈએ.” જા તેમણે પ્રતિજ્ઞા લીધી હોય, તો તેઓ ગમે ત્યાં જઈ શકે છે. આ અંગે પ્રશ્ન ઉઠાવવો જાઈએ નહીં; તે બરાબર નથી.
કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ ૧૯૮૩માં પ્રથમ વનડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલા ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે સૂર્યાની મંદિરની મુલાકાત પર ટિપ્પણી કરતા કહ્યું, “ભારતીય ટીમમાં ઘણા ધર્મોના લોકોનો સમાવેશ થાય છે, અને તેઓ બધા ટીમને જીત અપાવવા માટે સાથે મળીને કામ કરે છે. ખેલાડીઓ અને રમતગમતનો કોઈ ધર્મ હોતો નથી; તેઓ ફક્ત તેમની ટીમ માટે રમે છે. જા આવું થાય, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ફરક રહેશે? મેં ક્યારેય  મારા ધર્મને મારા રમતના દિવસો સાથે જાડ્યો નથી. તેથી, આવી બાબતો યોગ્ય નથી.”