ઓડિશામાં પૂરનો ખતરો છે. હીરાકુડ ડેમમાંથી છોડવામાં આવેલું વધારાનું પાણી રવિવારે કટક નજીક મુંડાલી પહોંચ્યું, જેનાથી મહાનદીનું પાણીનું સ્તર વધ્યું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ૧૦ દરિયાકાંઠાના જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જા કે, હાલમાં નદીના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ મોટો પૂરનો ખતરો નથી.સવારે ૯ વાગ્યે મુંડાલીમાં પાણીનું સ્તર વધીને ૫.૭૩ લાખ ક્્યુસેક થયું, જે ૪.૭૪ લાખ કયુસેક હતું.
જળ સંસાધન વિભાગના મુખ્ય ઇજનેર (એÂન્જનિયર-ઇન-ચીફ) દિલીપ કુમાર રાઉતે જણાવ્યું હતું કે, “કટક નજીક મુંડાલીમાં પાણીનું સ્તર વધ્યું છે, પરંતુ મહાનદીના પૂરનો સૌથી ખતરનાક સમય પસાર થઈ ગયો છે. મુંડાલીમાં મહત્તમ પાણીનું સ્તર લગભગ ૭ લાખ ક્્યુસેક સુધી પહોંચી શકે છે. અગાઉ, ગુરુવારે રાત્રે મુંડાલીમાંથી મહત્તમ ૮.૮૮ લાખ ક્્યુસેક પાણી વહેતું હતું.” ઇજનેર-ઇન-ચીફ રાઉતે જણાવ્યું હતું કે મહાનદીના પૂરનો સૌથી ખતરનાક સમય પસાર થઈ ગયો છે. જા આ વિસ્તારમાં વધુ ભારે વરસાદ ન પડે, તો વધારાનું પાણી કોઈ મોટું નુકસાન કર્યા વિના વહી શકે છે.
હીરાકુડ ડેમના ૨૨ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા બાદ, રાજ્ય સરકારે મહાનદી ખીણ પ્રદેશના ૧૦ જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખ્યા છે. અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે કારણ કે પાણીનું સ્તર વધવાથી ખોરધા, કટક, પુરી, કેન્દ્રપારા અને જગતસિંહપુરના નીચાણવાળા વિસ્તારોમાં નુકસાન થઈ શકે છે.હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપારા, જગતસિંહપુર, કટક, સુંદરગઢ, અંગુલ, ધેંકનાલ, કેઆેંઝર, મયુરભંજ, કાલાહાંડી, નવરંગપુર, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, ગજપતિ, ગંજમ, પુરી, ખોરધા અને નયાગઢ સહિત ૨૧ જિલ્લાઓમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડી શકે છે. દરમિયાન, ઉત્તર ઓડિશામાં પૂરથી ૮૦૦,૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે સાલંડી, જલકા, બુધાબલંગા, વૈતરણી અને બ્રહ્માણી નદીઓના પાણીના પ્રવાહને કારણે ઘણા ગામો હજુ પણ ડૂબી ગયા છે. જાકે, તેમણે એ પણ નોંધ્યું હતું કે ઉત્તર ઓડિશા જિલ્લાઓમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને પુનર્વસન કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. તેમણે બે નાયબ મુખ્યમંત્રીઓ સહિત કેબિનેટ મંત્રીઓને રાહત કામગીરીનું નેતૃત્વ સોંપ્યું છે, જ્યારે અન્ય મંત્રીઓને પૂર રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ સોંપવામાં આવ્યું છે.








































