ઉનાના શ્રી જલારામ મંદિરે કાર્તિકી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉના લોહાણા મહાજન ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં લોહાણા સમાજના મહિલા મંડળ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જલારામ બાપાની મૂર્તિ
સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મંદિરનાં દ્વાર ભક્તો માટે ખુલ્લાં મૂકવામાં આવતાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ
દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. બપોરે મંદિર પરિસરમાં મહાઆરતી યોજાઈ હતી, જેમાં જલારામ ભક્તો, લોહાણા સમાજના આગેવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.
મહિલા મંડળ દ્વારા કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ ભક્તિભાવપૂર્વક અન્નકૂટ દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો.





































