ઉના તાલુકાના ગરાળ ગામમાં માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપી લોકોની સારવાર કરતા બે બોગસ ડોક્ટરોને ર્જીંય્ની ટીમે ઝડપી પાડ્‌યા છે.
ર્જીંય્ના ઇન્ચાર્જ પી.આઇ. એમ.કે. વણારકા તથા પી.એસ.આઇ. એસ.જે. સોલંકીની ટીમે મેડિકલ ઓફિસર સાથે મળીને ગરાળ ગામમાં સરપ્રાઈઝ દરોડો પાડ્‌યો હતો. આ કામગીરી દરમિયાન ગામમાં જ રહેતા રાજેશભાઈ લીલાધરભાઈ બગથરીયા અને ખેંગારસિંહ પ્રભાતસંગ ચાવડા કોઈપણ પ્રકારની પ્રમાણિત ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા રંગેહાથ પકડાયા હતા. પોલીસ અને મેડિકલ ટીમે સ્થળ પરથી એલોપેથિક દવાઓ તથા તબીબી સાધનો સહિત કુલ ૧૭ પ્રકારની સામગ્રી જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૩,૭૬૪ થાય છે. આ મામલે ઉના પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ સામે અલગ-અલગ બે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.