અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં આધુનિક સુવિધાઓ અને માળખાગત વિકાસને વેગ આપવા માટે તા.૬માર્ચને શુક્રવારના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે સરદાર સર્કલ પાસે ‘ત્રિવિધ ખાતમુહૂર્ત કાર્યક્રમ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે રૂ. ૨૬૭.૪૫ લાખના વિવિધ વિકાસકામોની ભેટ શહેરને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી જીતુભાઈ વાઘાણી, રાજ્યના કાયદા અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહેશે. ખાતમુહૂર્ત વિધિ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે કરવામાં આવશે. સાંજે ૬ કલાકે ટાવરનું રીનોવેશન કરવામાં આવશે. આ પ્રસંગે મ્છઁજી સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વચન પણ પ્રાપ્ત થશે.આ ખાતમુહૂર્ત પ્રસંગે કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી ખાસ હાજર રહેશે. જયારે અતિથી વિશેષ તરીકે પી.પી.સોજીત્રા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભુતૈયા, મયુરભાઈ માંજરીયા, ચેતનભાઈ શિયાળ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા હાજર રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુખ બિનાબેન વી.કાલેણા, મનિષભાઈ ધરજીયા, ચીફ ઓફિસર વી.જી.રાઠોડે આમંત્રણ પાઠવ્યું છે.









































