અમરેલી શહેરમાંથી બદકામના ઈરાદે એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના
સામે આવી છે. આ અંગે સગીરાની માતાએ મુકેશ રવજીભાઇ મકવાણા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી તેમની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ. એમ. ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.