અમરેલી સર્કિટ હાઉસ ખાતે અમરેલી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વ્યાયામ સંઘની કારોબારી બેઠક શ્રી પી.ડી. મિયાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જીલ્લા વ્યાયામ સંઘની નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ મનોજભાઈ મહિડા (બગસરા) મંત્રી બિપિનભાઈ રાઠોડ (સાવરકુંડલા),ઉપપ્રમુખ તરીકે ગીતાબેન સોજીત્રા,રોહિતભાઈ મહેતા,કિશોરભાઈ વરુ, મનુભાઈ શિયાળ સહમંત્રી તરીકે દિનેશભાઇ ચાવડા ,પંકજભાઈ ઝનકાટની નિમણૂક કરવામાં આવી હતી.ઉપરોક્ત તમામ હોદ્દેદારોની વરણી બેઠકમાં હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે કરવામાં આવી હતી. વ્યાયામ સંઘની આ નવી ટીમને અમરેલી જીલ્લાના તમામ આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ સહિતના વિવિધ શૈક્ષણિક મંડળો અને સંઘો દ્વારા ઉષ્માભેર આવકારવામાં આવી છે અને આગામી કાર્યકાળ માટે વિશેષ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.





































