ગણપતિ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૧), ૩૭(૩) અને ૩૩ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ જિલ્લામાં હથિયારો, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ તથા ઇજા પહોંચાડી શકે તેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. સ્ફોટક પદાર્થો લઈ જવા તેમજ ઉશ્કેરણીજનક ભાષણ, ચાળા, ચિત્રો કે નિશાનીઓ દર્શાવવા પર પણ મનાઈ છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાશે નહીં. તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરી વિના લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. ફરજ પરના પોલીસકર્મીઓ, હોમગાર્ડ, સરકારી કર્મચારીઓ, શારીરિક અશક્ત વ્યક્તિઓ, વરઘોડા અને સ્મશાનયાત્રાને આ હુકમ લાગુ પડશે નહીં.







































