અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મકાન, દુકાન, ઔદ્યોગિક એકમ કે ગોડાઉન જેવી મિલકતો ભાડે આપતા માલિકો માટે હવે પોલીસને જાણ કરવી અનિવાર્ય બની છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ આદેશ જારી કર્યો છે. મકાનમાલિકે ભાડુઆત પાસેથી જરૂરી આધાર-પુરાવા મેળવી નિયત નમૂનામાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં વિગતો જમા કરાવવાની રહેશે. જો કોઈ માલિક આ નિયમનો ભંગ કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હેડ કોન્સ્ટેબલ અને તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું સમગ્ર જિલ્લામાં તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી અમલી રહેશે, જેથી સુરક્ષાના હેતુસર તમામ નાગરિકોએ આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે.