લીલીયા મોટા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સ્થાનિક રામજી મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. આ પાવન પ્રસંગે સમગ્ર ગામમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેણે નગરના મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન સેવાના હેતુથી અમર ગ્રુપ લીલીયા દ્વારા ઠેર-ઠેર લચ્છી, ઠંડા પાણી અને શરબતની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, ઈન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલીયા તેમજ જીવનભાઈ વોરા, ભીખાભાઈ ધોરાજીયા અને જીગ્નેશ સાવજ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નીતિનભાઈ ત્રિવેદી, ગૌતમભાઈ વિંછીયા, ભનુભાઈ ડાભી, વિજયભાઈ વિરાણી અને ખોડાભાઈ માળવિયા સહિતના સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.