અમરેલી ખાતે સુમન સેવા ટ્રસ્ટ દ્વારા કોમી એકતાના પ્રતીક રૂપે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અને સમૂહ નિકાહ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર શાંતિભાઈ રાણવાના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વિવિધ ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં લગ્નની ધાર્મિક વિધિ ગોર મહારાજ હાર્દિકભાઈ જોષી દ્વારા અને નિકાહની પવિત્ર વિધિ મૌલાના સૈયદ અસગરઅલી બાપુ દ્વારા કરાવવામાં આવી હતી. શાંતિભાઈ રાણવા  પોતાના જન્મદિવસે આ પ્રસંગના મુખ્ય દાતા તથા ભોજન દાતા રહ્યા હતા. આ કાર્યક્રમમાં આરતીબેન ગોહીલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુમન સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ગોહિલ અને તેમની ટીમે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો