સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો માટે સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ રમતગમત સાથે જોડાયેલા રહે તેવા હેતુથી અમરેલી જિલ્લામાં પણ સાત રમતોનું આયોજન થશે. જેમાં એથ્લેટીક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ટેનિસબોલ ક્રિકેટનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીમાંથી અરજી ફોર્મ મેળવી, સંપૂર્ણ વિગતો સાથે તા. ૧૫ નવેમ્બર સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી ખાતે જમા કરાવવાના રહેશે. સ્પર્ધાની તારીખ અને સ્થળની જાણ બાદમાં કરાશે. વધુ માહિતી માટે ૦૨૭૯૨-૨૯૯૦૬૧ પર સંપર્ક કરવો.


































