આરટીઓ અને ટ્રાફિક નિયમનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. પરંતુ દંડ ભરવા છતાં પણ નિયમોનું પાલન કરતા નથી. જેના કારણે આરટીઓ કચેરીની તિજારી છલકાઈ છે. ૨૦૨૪ કરતા ૨૦૨૫ માં અમદાવાદ આરટીઓને માત્ર દંડની આવકમાં ૪૫ ટકાનો વધારો થયો છે. ૨૦૨૪માં ૭ કરોડ ૧૬ લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જ્યારે ૨૦૨૫માં ૧૦ કરોડ ૪૦ લાખ દંડ વસૂલ થયો છે. જેમાં ઓવરલોડ ૨ કરોડ ૨૪ લાખ, ઓવર સ્પીડ ૯૨ લાખ, ફિટનેસમાં ૪૯ લાખ, પરમિટ ૩૯ લાખ ૮૦ હજાર, એલઈડી લાઈટના ૧૧ લાખ ૮૬ હજાર, હેલ્મેટ ૧ લાખ ૩૬ હજાર, પીયુસી ૧૭ લાખ ૭૪ હજાર, લાયસન્સ ૬૩ લાખ ૪૯ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ઇન્ચાર્જ આરટીઓ નીરવ બક્ષી ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, ૨૦૨૫માં ૧૦ કરોડ ૪૦ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જે ૨૦૨૪ની સરખામણીએ ૪૫ ટકા વધુ છે. અને કેસની સંખ્યામાં ૩૧ ટકાનો વધારો થયો છે.
જાકે છેલ્લા ૫ વર્ષમાં ટેક્સ બાકી રાખનારા ૬૩૦૦ વાહનો પણ બ્લેકલિસ્ટ કર્યા છે. રોડ ટેક્સ બાકી રાખનારા વાહન માલિકો સામે મોટી કાર્યવાહી છે. આ વાહનોની યાદી તૈયાર કરીને સિસ્ટમમાં બ્લોક કરવામાં આવી છે. જેથી તેમની સાથે જાડાયેલી તમામ સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકાઈ ગયો છે. બ્લેકલિસ્ટ થયા બાદ વાહન ટ્રાન્સફર થઈ શકશે નહીં. વીમો રિન્યુ કરી શકાશે નહીં.પીયુસી અને ફિટનેસ ટેસ્ટ રિન્યુ થઈ શકશે નહીં. ઇન્શ્યોરન્સ કંપનીમાં વાહનની વિગત બ્લોક થઈ જશે, નવું પોલિસી બનાવી શકાશે નહીં.
અકસ્માતના કિસ્સામાં વાહન માલિક વિરુદ્ધ ફરજિયાત હ્લૈંઇ નોંધાઈ શકે છે. બ્લેકલિસ્ટેડ વાહનો પર દંડ સાથે બાકી રકમ ચૂકવવી પડશે, નહીં તો વધુ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. બાકીદાર વાહન માલિકોએ તાત્કાલિક ટેક્સ ભરીને બ્લેકલિસ્ટમાંથી નામ કઢાવવું જરૂરી છે નહીં તો વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.







































