અમદાવાદના રામોલમાંથી ૧૨ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે..સગીરાના જ પરિવારના નજીકના સગા સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આરોપીએ સગીરાને પોર્ન વીડિયો બતાવી દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. રામોલ પોલીસે આરોપીની અંકલેશ્વરથી ધરપકડ કરી છે.કાળા બુરખામાં જાવા મળતા શખ્સની દુષ્કર્મ કેસમાં રામોલ પોલીસે ધરપકડ કરી છે.
આ આરોપીએ પોતાના સગા નાના ભાઈની ૧૨ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે.. ૧૫ સપ્ટેમ્બરે ૧૨ વર્ષની દીકરી ઘરે એકલી હતી ત્યારે આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.આરોપીએ સગીરાને પોર્ન વીડિયો બતાવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ત્યારબાદ ગત ૨ ઓક્ટોબરે ફરી આરોપીએ સગીરા સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ છેપસગીરાએ સમગ્ર ઘટના પોતાની માતાના મિત્રને જણાવી હતી..માતાના મિત્રએ સગીરાની માતાને જાણ કરતા સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવ્યો હતો.. આ દરમ્યાન આરોપી મોબાઈલ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. રામોલ પોલીસે મોબાઈલ લોકેશન અને ટેÂક્નકલ મદદથી અંકલેશ્વરથી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રામોલ વિસ્તારમાં પત્નિ અને બે બાળકો સાથે રહેતો હતો..પરંતુ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નિ રિસાઈને પિયર જતી રહી હતી..જેથી આરોપી છેલ્લા ૬ માસથી પોતાના સગા નાના ભાઈના ઘરે રહેવા આવ્યો હતો.. આરોપી અને તેનો નાનો ભાઈ ભરૂચ ખાતે દહેજ માં એક ફેકટરીમાં નોકરી કરતા હતા.. અને નોકરીમાંથી રજા લઈને ઘરે આવતા હતા.. ૧૫ સપ્ટેમ્બર ના રોજ આરોપી અને તેનો નાનો ભાઈ રજા લઈને આવ્યા હતા.. પરિવારના અન્ય સભ્યો બહાર ગયા હતા..ઘરે ૧૨ વર્ષની દીકરી અને તેનો નાનો ભાઈ ઘરે એકલા હતા..ત્યારે આરોપીએ પોર્ન વિડિઓ બતાવીને દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.. ડરી ગયેલી દીકરીએ કોઈને જાણ કરી નહતી.. પરંતુ ફરી ૨ ઓક્ટોબર તેની સાથે શારીરિક અડપલા કરતા બાળકીએ ભાંડો ફોડી દીધો હતો.. રામોલ પોલીસે દુષ્કર્મ અને પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
હાલ રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ બાળકીના મેડિકલ તપાસ સાથે વૈજ્ઞાનિક અને ટેકનીકલ પુરાવાના આધારે એફએસએલ તપાસ ઉપરાંત મોબાઇલ ડેટા રિકવરી, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

































