અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક મોટો છબરડો સામે આવ્યો છે. જી હ…એએમસી દ્વારા શહેરના ટ્રાફિક અને પાર્કિંગ ની સમસ્યા હળવી કરવા કરોડોના ખર્ચે પ્રોજેક્ટ્સ તો બનાવવામાં આવે છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ પ્રોજેક્ટ્સ ઘણીવાર સફેદ હાથી સાબિત થતા હોય છે. આવું જ કંઈક પ્રહલાદનગર વિસ્તારમાં બનેલા મલ્ટલેવલ પાર્કિંગ સાથે થયું છે.
પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારમાં અંદાજે ૯૩ કરોડ રૂપિયાના ખર્ચે છસ્ઝ્ર દ્વારા એક આધુનિક મેલિતલેવલ પા‹કગ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું હતું. અમદાવાદ કોર્પોરેશનનો એ વખતે એવો ઉદ્દેશ્ય હતો કે લોકોને રોડ પર પા‹કગ કરવાને બદલે સુરક્ષિત જગ્યા મળે. નીચે આવેલી ઓફિસો અને દુકાનો ભાડે આપીને લાખોની આવક મેળવી શકાય. પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ આ ઉદ્દેશ્યનું સૂરસૂરિયું થઈ ગયું.
નોંધનીય છે કે, એએમસી દ્વારા બનાવવામાં આવેલા બિલ્ડીંગ તૈયાર થયાના અનેક મહિનાઓ વીતી ગયા છે, લાંબા સમય બાદ પણ આ બિલ્ડીંગમાં કોઈ વેપારી કે સંસ્થાએ ઓફિસ કે દુકાનો ભાડે લેવામાં રસ દાખવ્યો નથી. પા‹કગનો ઉપયોગ પણ નહિવત જેવો દેખાય છે. આખરે, એએમસી દ્વારા આ પ્રોજેક્ટમાંથી કોઈ આવક ન થતા અને મેન્ટેનન્સનો ખર્ચ વધતા, કોર્પોરેશને હવે આ આખું બિલ્ડીંગ વેચી દેવાનો નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી હવે ટેક્સપેયર્સના કરોડો રૂપિયાના ધુમાડા થયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આભાર – નિહારીકા રવિયા








































