ઘઉં:-
અનાવૃત અંગારીયાના લક્ષણોમાં ઘઉંમાં ડુંડી આવે ત્યારે જ રોગના ચિન્હો જોવામાં આવે છે.
રોગગ્રસ્ત ડુંડીમાં દાણાની જગ્યાએ કાળી ભૂકી જોવા મળે છે, આ ભુકી ફુગના સુક્ષ્મ બીજાણું છે.
અનાવૃત અંગારીયાના નિયંત્રણ માટે ખેતરમાં રોગિષ્ટ છોડ દેખાતાની સાથે જ નાશ કરવો.
મલ્ટી માઈક્રોન્યુટ્રીયન્ટ મિક્ષર ગ્રેડ ૪ નો વાવણી પછી ૩૦, ૪૫ અને ૫૦ દિવસે ઉભા પાકમાં ૧ % નો છંટકાવ કરવો.
ઘઉંમાં નિંધલ અથવા દુધિયા દાણા બેસે ત્યારે ૫૦ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં ઝીંક સલ્ફેટના બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે.
કપાસ:-
કપાસના પાકમાં ૫૦ ટકા ફુલ અથવા ૫૦ ટકા જીંડવાના સમયે પાન પીળા અને લાલ થઈ જતા હોય છે. પાછલી અવસ્થામાં પોષક તત્વોની ઉણપના લીધે ઘણીવાર આવું બનતું હોય છે. ત્યારે પોષક તત્વોની પૂર્તિ કરવા બજારમાં મળતા ૧૯-૧૯-૧૯ (ના.ફો.પો.) એક પંપમાં ૧૦૦ ગ્રામ અને માઈક્રોમીક્સ (ગ્રેડ – ૪) ૨૫ ગ્રામ નાખી બે થી ત્રણ વાર છંટકાવ કરવાથી, ત્રણ વખત ૩% પોટેશીયમ નાઈટ્રેટનો છંટકાવ કરવાથી પાન પીળા / લાલ થતા અટકાવી શકાય. કપાસના પાકનું ઉત્પાદન વધારી શકાય છે.
અર્ધ શિયાળુ બાજરી: બાજરામાં આવતાં ગેરુંના અસરકારક નિયંત્રણ માટે ૦.૨ ટકા મેન્કોઝેબ અથવા ૦.૨ ટકા ઝાયનેબનાં બે છંટકાવ કરવાથી રોગની શરુઆતથી ૧૫ દિવસનાં અંતરે ભલામણ કરવામાં આવે છે. બાજરીના પાકનું વહેલુ વાવેતર કરવાથી ઉ૫રોકત ઉ૫દ્રવ મહદઅંશે ઘટે છે.
રાઈઃ રાઈની માખીનાં ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તેમ છતાં ઉપદ્રવ કાબૂમાં ન આવે તો ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં અથવા ભૂકીરૂપ કીટકનાશક દવા કાર્બારિલ ૧૦ % અથવા ક્વિનાલફોસ ૧.૫ % અથવા ક્લોરપાયરીફોસ ૧.૫ % પ્રતિહેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.
વરીયાળી: પાનનો સુકારોના નિયંત્રણ માટે રોગ વધુ જોવા મળે તો અસરગ્રસ્ત છોડની થડની આસપાસ તાંબાયુક્ત દવાનું (કોપર ઓક્સિકલોરાઈડ) ૦.૨% નું દ્રાવણ બનાવી થડની આસપાસ મૂળ ભીંજાય તે રીતે છાંટવું.
બટાકા: છંટકાવ મિક્ષર ગ્રેડ – ૨ નો વાવણી પછી ૪૦, ૫૦ અને ૬૦ દિવસે ઉભા પાકમાં ૧ % નો છંટકાવ કરવો.
મરચી / ટામેટા: કોક્ડવા:-
• કાર્બોફયુરાન ૩ જી દવા ૫ ગ્રામ / છોડ રીંગ પદ્ધતિથી આપવી.
• ધરૂ નાખતાં પહેલા કાર્બોફયૂરાન ૩ ટકા જી દવા હેકટરે ૧.૫ કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રમાણે જમીનમાં આપી ધરું તૈયાર કરવું.
• કાર્બોફયુરાન ૩ જી દવા ૫ ગ્રામ / છોડ રીંગ પદ્ધતિથી આપવી.
• રોગની શરૂઆત થાય ત્યારે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ગ્રામ ભેળવી છંટકાવ કરવો.
ડુંગળી, રીંગણ, મરચી અને ટમેટીનું એક ગુંઠા ધરૂવાડીયાના વિસ્તાર માટે:
૫૦ થી ૭૦ કિ.ગ્રા. છાણીયું કે ગળતીયું ખાતર અથવા ૧૦ કિ.ગ્રા. દિવેલીનો ખોળ
૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, (એમોનિયમ સલ્ફેટ ૨.૫ કિલો)
૫૦૦ ગ્રામ ફોસ્ફરસ (ડીએપી ૧.૦ કિલો) ગાદી કયારા તૈયાર કર્યા બાદ બીજની વાવણી પહેલા પુંખીને પંજેઠી મારી જમીન સાથે ભેળવી દેવું.
બીજના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું.
ધરૂવાડીયાની જમીનમાં ઝીંક અને લોહતત્વની ઊણપ જણાતી હોય છે માટે એક ગુંઠામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ૨૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ અને ૧૦૦ ગ્રામ બોરેક્ષને જમીન તૈયાર કરતી વખતે પાયામાં આપવું.
મરી મસાલાના પાકો: મરી મસાલાના પાકો (વરીયાળી, જીરુ, ઘાણા, મેથી, સુવા અને અજમો)માં કથીરીના નિયંત્રણ માટે સ્પાયરોમેસીફેન ૧૦ મિ.લિ.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
તમાકુઃ તમાકુ આણંદ-૨ અને જીટીએચ-૫ નું વાવેતર કરો.
ચણા: યુરિયાનો છંટકાવ બિન પિયત ચણામાં ફૂલ બેસતી વખતે પ્રથમ અને તેના ૨૦ દિવસ પછી ૨ % યુરિયા દ્રાવણનો બીજો છંટકાવ કરવાથી ઉત્પાદન વધે છે.
ચણામાં પિયત (૧) ઓરવીને વાવ્યા પછી ૨૦ દિવસે (૨) ફુલ બેસતી વખતે (૩) પોપટા બેસતી વખતે અને (૪) દાણા ભરાતી વખતે આપવું.
પોપટા કોરીખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૩ મિ.લિ. અથવા ફ્લુબેન્ડિયામાઈડ ૩ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૩ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણીમાં નાખી પ્રથમ છંટકાવ ૫૦ % ફુલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમના ૧૫ દિવસે કરવો.
લીલી ઈયળ, આ જીવાત પાન, કુણી કુપણો અને પોપટા કોરી ખાય છે. એના નિયંત્રણ માટે ફેરોમેન વીધે ૧ મુકવું. રાસાયણિક દવાઓમાં પ્રોફેનોફોસ ૨૦ મિ.લિ. અથવા ઈમાંમેકટીન બેન્ઝોએટ ૨ ગ્રામ અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૨ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફુલ બેસે ત્યારે અને પછી ૧૫ દિવસ બાદ ફરીથી છંટકાવ કરવો.
ચણા: સ્ટંટ વાયરસ: રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ઓકિઝડીમેટોન મીથાઈલ ૧૨ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી જરુરિયાત મુજબ છંટકાવ કરવો.
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૩.૪ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઈસી ૧૬.૬૭ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૮ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફોન ૨૨.૯ એસસી ૧૨.૫ મિ.લિ. અથવા થાયામેથોકઝામ ૨૫ ડબ્લ્યુજી ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જમીનમાં પૂર્તિ માટેનો મિક્ષર ગ્રેડ – ૫ ૨૦ કિ.ગ્રા. / હે. મુજબ પાયાના ખાતર સાથે આપવો.
તુવેર: ફુલ, શીંગ અને શીંગમાં દાણા ભરવા, એ કટોકટીની અવસ્થા હોય, ત્યારે પિયત આપવું.
શેરડી અને ઘઉં:
આ પાકમાં મેંગેનીઝની ઉણપ દેખાય ત્યારે છોડના કુમળા પાન પીળા દેખાય તથા પાનની નસો ઘાટી લીલી જોવા મળે અને નસો વચ્ચેનો ભાગ પીળો દેખાય.
વચ્ચેના પીળા પાન પર રતાશ પડતા તપખરીયા રંગની ભાત અને પાનની નાનામાં નાની શીરા લીલી દેખાય.
મેંગેનીઝની ઉણપ દેખાય ત્યારે ૦.૬ ટકા મેંગેનીઝ સલ્ફેટને ૦.૩ ટકા ચૂનાના નીતર્યા પાણીમાં ઓગાળીને દ્રાવણનો છોડ પર છંટકાવ કરવો.
જમીનમાં ૮૦ કિ.ગ્રા. / હેક્ટર મેંગેનીઝ સલ્ફેટ આપવું. તેમજ જમીનમાં સેન્દ્રીય ખાતર આપવું.
લસણ અને ડુંગળીના મૂળનો ગુલાબી સડો:
લક્ષણો:
લસણ અને ડુંગળીના મૂળનો ગુલાબી સડો એક પ્રકારની ફૂગ ફયુઝેરીયમથી થાય છે.
રોગકારકનો ચેપ મૂળ દ્વારા લાગે છે. નબળા અને ઈજાગ્રસ્ત મૂળમાં રોગનો ચેપ વધુ લાગે છે. તેથી મૂળ સડી જાય છે. કંદમાં પણ ચેપ લાગે છે તેથી પોષક તત્વો અને પાણી કંદને ન મળવાથી ચીમળાઈને સડી જાય છે.
આ રોગ પાણી મારફત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. તાપમાન વધવાથી આ રોગની તીવ્રતા વધે છે. ઘણી વખત ગુલાબી મૂળ ભૂખરા થઈ ચીમળાઈને નાશ પામે છે. નવા ફુટતા મૂળ પણ રોગીષ્ટ થઈ સડી જાય છે. સામાન્ય રીતે પાન પર આ રોગના કોઈ લક્ષણ જોવા મળતા નથી પણ કંદ / ગાંઠીયાનું કદ નાનું રહે છે. છતાં વધુ પ્રમાણમાં રોગ લાગેલ હોય તો પાનની ટોચ સફેદ, પીળી પડી જાય છે.
જીરુમાં સુકારોઃ
આ રોગ જમીનજન્ય ફુગ ફયુઝેરીયમ ઓકઝીસ્પોરમ ફોર્મા સ્પીસીસ કયુમીનીથી થાય છે.
જીરુનો છોડ પાણીની તાણ પડે ને લંઘાય તેમ રોગકારક ફુગના ચેપને લઈને છોડ લંઘાય, પાણી આપેલ હોય તો પણ છોડ લંઘાય છે. આ તંદુરસ્ત લાગતા છોડના ઉપરના કુણા ડોકા, કુમળી ડાળીઓ બીજા દિવસે અચાનક નમી પડે છે. સામાન્ય રીતે ૨૫ – ૩૦ દિવસના છોડ થાય ત્યારે આ રોગ દેખાય છે. રોગનો ચેપ લાગેલ છોડ ત્યારબાદ સુકાઈ જાય છે. રોગની શરૂઆત ખેતરમાં કુંડી – ગુંડીઓમાં જોવા મળે છે. જે ધીમે ધીમે વધારે વિસ્તારમાં પ્રસરે છે. રોગિષ્ટ છોડમાં દાણા બેસવાનો પ્રશ્ન જ નથી, બેસે તો દાણાનો વિકાસ થતો નથી, તેથી દાણા ચીમળાયેલા વજનમાં હલકા, ઉતરતી ગુણવત્તાના હોય છે.
ટ્રાયકોડર્માં વીરીડી અથવા ટ્રાયકોડર્માં હરજીયાનમ સંવર્ધિત છાણીયુ ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલી અથવા રાયડાનો ખોળ અથવા પોલ્ટ્રી ખાતર ૨.૫ ટન/હે. આપવાથી રોગના પ્રમાણમાં ઘટાડો થાય છે.
સંરક્ષણત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિ.ગ્રા. / હેકટર પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો.
રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્રાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે દ્રાવ્ય ગંધક ૮૦ વેપા ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૨ થી ૩ છંટકાવ કરવા.
તેના નિયંત્રણ માટેઃ (૧) પાક ૩૦ દિવસનો થાય ત્યારે મેંકોઝેબ ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં) દ્રાવણના કુલ ૪ છંટકાવ ૧૦ દિવસે કરવા. દવા છાંટતી વખતે છોડના બધા જ ભાગો પર દવા બરોબર છંટાય તેની કાળજી અવશ્ય રાખવી.
(૨) સુકાતા છોડની આજુબાજુ કાર્બેન્ડાઝીમ (૫૦%) ૦.૧ % ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી રેડવું. કમોસમી વરસાદ પડે ત્યારે પાકમાં ફૂગ આવવાની શક્યતા રહેશે ત્યારે ફૂગનાશક દવાનો છંટકાવ અથવા પિયત સાથે આપવી જેમ કે ધરામૃત પી અને પ્લેટીનમ કે અન્ય ફૂગનાશક દવા પાલર પાણી સાથે આપવી. જૈવિક ખેતી કરતા ખેડૂતોએ મૂળમાં માટીના સ્વાસ્થ્યને સુધારે તેવા સૂક્ષ્મ જીવાણુઓ વિવિધ જમીનથી થતા રોગો સામે પ્રતિકારક શક્તિ તરીકે કાર્ય કરે, રોગકારક જીવાણુઓ માટે પ્રતિકૂળ વાતાવરણ બનાવે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃત્તિ જમીનની રચનામાં સુધારો કરે, પાણીની જાળવણી અને વાયુ મિશ્રણમાં વધારો કરવા, મૂળના વધુ સારા વિકાસ અને પોષક તત્વોના શોષણની સુવિધા આપે છે તેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જેવા કે ધાર તત્વ શક્તિ અને પ્લેટિનમ તે સિવાય બજારમાં મળતા પરિણામ આપતા ખાતરો વાપરવા જોઈએ.










































