અમરેલીના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સ્વ.વિરજીભાઈ ઠુંમરનું નિધન થયા બાદ ઠુંમર પરિવાર દ્વારા કુંકાવાવ રોડ પર આવેલા વી.કે.ફાર્મ ખાતે બેસણું યોજવામાં આવ્યું હતુ. આ બેસણામાં અમરેલી જિલ્લા તેમજ સૌરાષ્ટ,ગુજરાતમાંથી રાજકિય અને સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હાજર રહેલા આગેવાનોએ સ્વ.વિરજીભાઈ ઠુંમરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજ પ્રમુખ ડી.કે.રૈયાણી, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સામાજિક આગેવાન વસંતભાઈ મોવલિયા ,પરેશભાઈ ધાનાણી, ભોજલધામ મહંત ભક્તિરામ બાપુ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, શરદભાઈ લાખાણી, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા, ઠાકરશીભાઈ મેતલીયા, ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા, ભાવનગર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, જશુમતીબેન કોરાટ, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, મહિલા આગેવાન ભાવનાબેન ગોંડલીયા, ભાવનગર ડાયમંડ એસોસિયેશન પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા, મધ્ય ગુજરાતના આગેવાન હરિભાઈ ચૌધરી,પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ઉદ્યોગપતિ વિમલભાઈ કથીરિયા, પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત ભયલુ બાપુ, રમેશભાઈ ધડુક, સુરત અગ્રણી ઉદ્યોગપતિ વલ્લભભાઈ સવાણી,મહેશભાઈ સવાણી, ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી તેમજ મનહરભાઈ પટેલ, ગાયત્રીબા વાઘેલા, સિદ્ધાર્થભાઈ પટેલ, કનુભાઈ કલસરિયા હિંમતસિંહ પટેલ, નિલેશભાઈ પટેલ, જશાભાઇ બારડ,કાકા સાહેબ, સામાજિક આગેવાન દિનેશભાઈ ચોવટીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, ખોડલધામ ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા મનોજભાઈ સોરઠીયા, હસમુખભાઈ લુણાગરિયા, રાજુભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ચલાલા દાનબાપુની જગ્યાના મહંત વલકુ બાપુ, કેશુભાઈ નાકરાણી, ભરતભાઈ બોઘરા, ખોડલધામ ટ્રસ્ટી બકુલભાઈ સોરઠીયા સહિતના આગેવાનોએ ઠુંમર પરિવારને સાંત્વના આપી હતી.