ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે સોમનાથ મંદિરના પટાંગણથી શંખ સર્કલ અને ત્યાંથી હમીરજી સર્કલ સુધી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ અને કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ફ્‌લેગ ઓફ આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. બે કિલોમીટરની આ દોડમાં અધિકારીઓ,
પોલીસ જવાનો, વડીલો, યુવાનો અને બાળકો સહિત ત્રણ હજારથી વધુ નાગરિકો જોડાયા હતા. સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો સંદેશ આપ્યો હતો.