શહેરમાં ફરી એક વખત રિયલ એસ્ટેટ જગતમાં મોટો ફ્રોડ બહાર આવ્યો છે. ઇકો સેલે તાજેતરમાં રૂ. ૧૦૦ કરોડની સરકારી જમીનને સસ્તા ભાવે ખાનગી વ્યક્તિને વેચાણ કરવાનો પ્રયાસ કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. સરકારી કાગળોના નકલી લેટરહેડ, ખોટી સિક્કા અને નકલી સહીઓ વડે વેપારી પાસેથી તબક્કાવાર રૂ. ૧૨ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય ત્રણની શોધ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, ફરીયાદી કરમશીભાઈ દેસાઈ, સુરતના જાણીતા વેપારી, જમીનમાં રોકાણ કરવા ઇચ્છતા હતા. એ સમયે આરોપી બાદરસિંહ, સંગ્રામસિંહ અને સંજયસિંહએ તેમની સાથે સંપર્ક સાધી તેમને જણાવી હતું કે તેઓ પાસે સરકારના ઉચ્ચ સ્તરે ઓળખાણ છે અને તેઓ કામરેજ તાલુકાના ખોલવડ ગામની બે સરકારી જમીનો રૂ. ૧૫ કરોડમાં અપાવી શકે છે.આ પ્લોટો બ્લોક નં. ૩૧૨૮ અને ૩૧૨૯, જેની વાસ્તવિક બજાર કિંમત રૂ. ૧૦૦ કરોડ જેટલી છે, બતાવીને ટોળકીએ દેસાઈને વિશ્વાસમાં લીધા. આરોપીઓએ સરકારના મહેસૂલ વિભાગના ખોટા દસ્તાવેજા, લેટરહેડ, નકલી સહી અને સિક્કા બનાવી બતાવ્યા હતા, જેથી દસ્તાવેજા અસલ જણાય તે રીતે તૈયાર કરાયા. આ દસ્તાવેજામાં જમીન હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ હોવાનું ખોટું લખાણ દર્શાવાયું હતું. ફરીયાદી દેસાઈએ શરૂઆતમાં રૂ. ૩ કરોડ અને બાદમાં તબક્કાવાર કરીને કુલ રૂ. ૧૨ કરોડની રકમ આરોપીઓને આપી દીધી. પરંતુ ઘણા મહિના બાદ પણ જમીનનો કબજા ન મળતાં તેમને શંકા ઉઠી. તેમણે સ્વતંત્ર તપાસ શરૂ કરતા જ માલૂમ પડ્યું કે સંપૂર્ણ દસ્તાવેજા નકલી છે અને સરકારી તંત્રમાં આવા કોઈ સોદા ચાલતા જ નથી.દેસાઈએ તરત જ આ બાબતની જાણ ઇકો સેલને કરી. ઇકો સેલે તાત્કાલિક તપાસ હાથ ધરી, ટેકનિકલ પુરાવાઓ અને નકલી દસ્તાવેજા જપ્ત કર્યા. બાદમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે, જેઓની શોધ માટે પોલીસની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે.આ આખી કાર્યવાહી પછી સુરત પોલીસએ નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ સરકારી જમીન કે પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલા દસ્તાવેજાની વાસ્તવિકતા ચકાસવી ફરજિયાત છે. “નકલી દસ્તાવેજા વડે લોકોને લાખો રૂપિયાના ચપેટમાં લેતા ફ્રોડસ્ટર્સ સામે કડક પગલાં લેવામાં આવશે







































