વાંકાનેર ખાતે તા.૧૨/૧૦/૨૦૨૬ના રોજ યોજાયેલી ૭૦મી અખિલ ભારતીય બેઝબોલ સ્પર્ધા અંતર્ગત રાજ્યકક્ષાની અંડર-૧૪ સ્પર્ધામાં સ્વામિનારાયણ ગુરુકુળની દીકરીઓએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ બદલ સંસ્થાના સંતો, શાળાના સંચાલકો, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રમતગમત અધિકારી પૂનમબેન, કોચ દીપકભાઈ વાળા સહિતના મહાનુભાવોએ અભિનંદન પાઠવી વિદ્યાર્થિનીઓને શુભકામનાઓ આપી હતી.