સાવરકુંડલાના ગિનીયા ગામે ભારે વરસાદના કારણે ફરજાની દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે ચકુરભાઈ જીણાભાઈ માંગુડા (ઉં.વ.૩૫)એ પોલીસને કરેલી જાણ મુજબ, ભારે પવન સાથે વરસાદ આવતા તેમના પત્ની મંગુબેન ચકુરભાઈ માંગુડા (ઉં.વ.૩૦) પર ઘરના ફરજાની પથ્થરની (બેલાની) દીવાલ ધસી પડી હતી. જેના કારણે માથા, કપાળ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એ. શેલાણા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.