સાવરકુંડલામાંથી પોલીસે ૮ જુગારીને રોકડા રૂ. ૧૧,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. શહેરમાં કે. કે. મહેતા હોસ્પિટલ પાછળ સુંડલીયા વાસમાં જોગણી માતાના મંદિર પાસેથી રવીગીરી બીજગીરી ગૌસ્વામી, સંજયભાઇ બાલકભાઇ જાડેજા, સનીભાઇ રમેશભાઇ વાઘેલા, સુધીરભાઇ દિપકભાઇ સોલંકી, પ્રકાશભાઇ અતુલભાઇ સોલંકી, રવીભાઇ રાજુભાઇ ચિભડિયા, હરેશભાઇ વિઠ્ઠલભાઇ રાજકોટિયા તથા દિલાવરભાઇ સાજીભાઇ કાજી જાહેરમાં ઘોડીપાસાની કુકરીઓ વડે પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડા રૂ. ૧૧,૨૦૦ સાથે ઝડપાઈ ગયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.