લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથલીયાએ વન મંત્રીને પત્ર લખીને સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓને લીલીયા તાલુકાના રેવન્યુ વિસ્તારમાંથી જંગલ વિસ્તારમાં લઈ જવા માગણી કરી છે. તેમણે પત્રમાં વધુમાં જણાવેલ છે કે, હાલમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણી લીલીયા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. હાલમાં ખેત મજૂરો પર હુમલાની ઘણી ઘટના બની છે, જેથી ખેત મજુરો લીલીયા વિસ્તાર મુકીને દુર જઈ રહ્યા છે. તેના કારણે ખેત મજુરોની અછત ઊભી થઇ છે અને વિસ્તારમાં ખુબ જ ભયનો માહોલ ઉભો થયો છે.




































