અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી લાઠીના નાના રાજકોટ ખાતે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ, પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ પરેશ કનાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.