રાજુલામાં એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ અને કોમર્સ કોલેજ ખાતે આજે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજુલાના ટાઉન પોલીસ વિભાગના ડીવાય.એસ.પી નયનાબેન ગોરડીયા, સ્ટેટ બેંક રાજુલા બ્રાન્ચના મેનેજર પબીત્ર મોહન જેના, કોલેજ સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેકટર ડો. જીગ્નેશભાઈ વાજાની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી. ડીવાયએસપી નયનાબહેન ગોરડિયાએએ બહેનોને કારકિર્દીલક્ષી અનુભવના કેટલાક ઉદાહરણો રજૂ કરેલ, જે અત્યંત પ્રેરક રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દૃઢ સંકલ્પ બળ અને તે દિશામાં સતત પ્રયાસ હોવા જોઈએ તો ઇચ્છિત નોકરી મળી શકે. આ ઉપરાંત પબિત્ર જેનાએ પણ બેંક દ્વારા અપાતી સુવિધાઓની વાત કરીને સાયબર ક્રાઇમથી અજાણ બહેનોને ઇન્ટરનેટનો ઉપયોગ સાવચેતીથી કરવા જણાવ્યું હતું અને ખાતાની સલામતી માટે કેટલાક નિશ્ચિત પગલાં લેવા ભલામણ કરી હતી.





































