બિહાર વિધાનસભા ચૂંટણીના  પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાયું હતું રાજ્યભરમાં ૧૨૧ બેઠકો પર મતદાન થયું છે.જયારે ૧૧ નવેમ્બરે ૧૨૨ બેઠકો માટે ચૂંટણી યોજાશે.વિધાનસભા ચૂંટણીના પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે. મતદાનના પ્રથમ તબક્કામાં ઘણી અગ્રણી વ્યક્તીઓનું ભાવિ મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભારે મતદાન જાવા મળ્યું. મહિલાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. પ્રથમ તબક્કામાં એકંદરે ૬૫.૧૩ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બેગુસરાયમાં સૌથી વધુ ૬૦% મતદાન નોંધાયું હતું, જ્યારે પટણામાં સૌથી ઓછું ૪૯% મતદાન નોંધાયું હતું.રાજદ ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર, જેઓ તેમની પત્ની સાથે માનેર વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર ૭૯ પર મતદાન કરવા પહોંચ્યા હતા, તેમણે મતદાન મથકના મુખ્ય પ્રવેશદ્વાર પર મતપત્રો તપાસી રહેલા સુરક્ષા ગાર્ડ પર પક્ષપાતનો આરોપ લગાવતા તેમની ઝાટકણી કાઢી. ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ સુરક્ષા ગાર્ડને ધમકી આપવા સુધીનો પ્રયાસ કર્યો. ભાઈ વીરેન્દ્રએ કહ્યું કે બિહારમાં મહાગઠબંધનની લહેર છે, જનતા સરકાર બદલવા માટે તૈયાર છે, અને મહાગઠબંધનની સરકાર બનશે. તેમણે વહીવટીતંત્ર પર પણ આરોપ લગાવતા કહ્યું કે વહીવટીતંત્ર પાસે મતપત્રો તપાસવાનો કોઈ અધિકાર નથી, પરંતુ તેઓ અમારા મતદારોને તેમના મતપત્રો તપાસીને રોકી રહ્યા છે.ચૂંટણી પંચે નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાના કાફલા પર થયેલા હુમલા અંગે પોલીસ મહાનિર્દેશકે કાર્યવાહી કરવા જણાવ્યું છે.સીઇસી જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિજય સિંહાએ રાજદ કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. લખીસરાયમાં વિજય સિંહાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.પ્રથમ તબક્કામાં ૧,૩૧૪ ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું છે જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ, ભાજપના ઉમેદવાર અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા અને નીતિશ કુમારના કુલ ૧૬ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે.  કુધની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ ૨૦ ઉમેદવારો છે, જ્યારે ભોરે, અલૌલી અને પરબટ્ટામાં ફક્ત પાંચ ઉમેદવારો છે. કુલ ૪૫,૩૪૧ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી ૩૬,૭૩૩ ગ્રામીણ વિસ્તારોમાં છે. કુલ મતદારોમાંથી ૧૦.૭૨ લાખ નવા મતદારો છે, જ્યારે ૧૮-૧૯ વર્ષની વય જૂથના મતદારોની સંખ્યા ૭.૩૮ લાખ છે. મુંગેર જિલ્લાના ભીમબંધ વિસ્તારમાં ૨૦ વર્ષ પછી મતદાન થયું, જે લાંબા સમયથી નક્સલવાદના પડછાયા સાથે ઝઝૂમી રહ્યું છે. ૨૦૦૫માં પોલીસ અધિક્ષક સી. સુરેન્દ્ર બાબુ અને સાત પોલીસકર્મીઓની હત્યા બાદ અહીં મતદાન મથકો બંધ કરી દેવામાં આવ્યા હતા. જાકે, આ વખતે ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું. ગ્રામજનો ખુશ છે કે લોકશાહી હવે તેમના ઘરઆંગણે આવી ગઈ છે. મુંગેર જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં સવારથી જ મતદાન પૂરજાશમાં ચાલી રહ્યું છે. નક્સલ પ્રભાવિત ભીમબંધમાં સાત મતદાન મથકો ફરી ખુલ્યા. કેન્દ્રીય સશ† પોલીસ દળોની ભારે તૈનાતી સાથે સુરક્ષા કડક હતી.બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે, રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવે પટનામાં મતદાન કર્યું. તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી યાદવ અને તેમની બહેન મીસા ભારતી પણ મતદાન કરવા માટે હાજર રહ્યા હતા. રાજદ વડા લાલુ યાદવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણી બિહારમાં પરિવર્તન લાવશે.મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું ભારે ઠંડી હોવા છતાં કેટલાક મતદાન મથકો પર મતદારોની લાઇનો જાવા મળી હતી જયારે કેટલાક સ્થળોએ ઇવીએમ મશીનમાં ખામી સર્જાઇ હતી જાકે મતદાન મશીન બદલી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.મહિલાઓએ ભારે ઉત્સાહથી મતદાનમાં ભાગ લીધો હતો,શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાન ભારે થયું હતું.દરભંગા જિલ્લાના કુશેશ્વરસ્થાન વિધાનસભા મતવિસ્તાર (૭૮) ના સુઘરૈન પંચાયતમાં આજે મતદાન સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સતત ઉપેક્ષા અને રસ્તાના નિર્માણના અભાવના વિરોધમાં મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોનો વિરોધ એટલો તીવ્ર હતો કે બૂથ નંબર ૨૮૪ (ઉત્કરામિત મિડલ સ્કૂલ સુઘરૈન, દક્ષિણ), ૨૮૫ (ઉત્કરામિત મિડલ સ્કૂલ સુઘરૈન, ઉત્તર), ૨૮૬ (ઉત્કરામિત મિડલ સ્કૂલ સુઘરૈન, મધ્ય) પર એક પણ મતદાન થયું ન હતું.