પંજાબ કોંગ્રેસમાં જૂથવાદ ઓછો થવાને બદલે વધુ સ્પષ્ટ થતો દેખાય છે. સંગઠનમાં લાંબા સમયથી વરિષ્ઠ નેતાઓને નારાજ કરનારા મુદ્દાઓ યથાવત છે. હાઇકમાન્ડે પણ આ વિવાદ પર જાહેરમાં સ્પષ્ટ વલણ અપનાવ્યું નથી.આ સંદર્ભમાં, નેતાઓનું મૌન પાર્ટી પર દબાણ વધારી રહ્યું છે અને વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સંભવિત નુકસાન તરીકે જાવામાં આવી રહ્યું છે. શનિવારે, પંજાબ કોંગ્રેસના પ્રભારી ભૂપેશ બઘેલે ફતેહગઢ સાહિબથી રાજ્યવ્યાપી “હર બૂથ મઝબૂત” અભિયાન શરૂ કર્યું. ચન્ની જૂથના કોઈ અગ્રણી નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. આને સંગઠનમાં ચાલી રહેલા ઝઘડાના સંકેત તરીકે જાવામાં આવી રહ્યું છે. બૂથ કાર્યકરો સાથે વાતચીત કરવા માટે બઘેલનું અભિયાન ૮ ઓગસ્ટ સુધી વિવિધ જિલ્લાઓમાં ચાલુ રહેશે. તે પછી, તેઓ કોંગ્રેસ હાઇકમાન્ડને પોતાનો અહેવાલ સુપરત કરશે.
રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે નારાજ નેતાઓનું જાહેર મૌન પાર્ટી નેતૃત્વ પર દબાણ લાવવાની રણનીતિનો એક ભાગ છે. જા ચૂંટણી પહેલા મતભેદોનો ઉકેલ નહીં આવે તો તે સંગઠન અને ચૂંટણી તૈયારીઓ બંને પર અસર કરી શકે છે.પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા, ધારાસભ્ય પરગટ સિંહ, ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરા, ભૂતપૂર્વ મંત્રી ભારત ભૂષણ આશુ અને ધારાસભ્ય રાણા ગુરજીત સિંહ સહિત આ જૂથના નેતાઓએ હજુ સુધી જાહેરમાં કહ્યું નથી કે પંજાબ કોંગ્રેસમાં બધું બરાબર છે.આ જૂથ વર્તમાન પ્રદેશ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગના નેતૃત્વમાં ચૂંટણી લડવાના પક્ષમાં નથી. ફિરોઝપુરના સાંસદ શેર સિંહ ઘુબાયાએ એમ પણ કહ્યું છે કે જા વારિંગે બધા વરિષ્ઠ નેતાઓને સાથે લીધા હોત તો પાર્ટીમાં આ પરિસ્થિતિ ઊભી ન થાત. આ જૂથ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવાની પણ માંગ કરી રહ્યું છે.
વિવાદ વચ્ચે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચન્નીનાં પુત્ર રિધમજીત સિંહે સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી છે. તેમાં ચન્ની અને તેમના સમર્થકો વચ્ચેનો સંવાદ છેઃ “કેટલાક લોકો એવી ગેરસમજમાં છે કે અમે જવાબ આપીશું નહીં. તૈયારીઓ વ્યાપક છે. ધીરજ રાખો, અમે દરેક ક્ષણને ધ્યાનમાં લઈશું.” પ્રદેશ પ્રમુખ રાજા વારિંગે જવાબ આપ્યો કે રિદમજીત અમારા માટે પુત્ર જેવો છે અને પરિવારનો ભાગ છે.પ્રદેશ પ્રમુખ રાજા વારિંગ સતત વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શનિવારે, તેમણે ફરીથી ચન્ની, રંધાવા અને વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા સહિત તમામ વરિષ્ઠ નેતાઓ પ્રત્યે આદર વ્યક્ત કર્યો, તેમને અનુભવી ગણાવ્યા. વારિંગે કહ્યું કે પ્રમુખનું પદ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ નથી. ભલે પક્ષ પદ છીનવી લે અથવા તેમને ટિકિટ ન આપે તો પણ તેઓ કોંગ્રેસ પાર્ટી છોડશે નહીં.રાજકીય નિષ્ણાત પરમજીત સિંહ કહે છે કે વાડિંગના નિવેદનો અસંતુષ્ટ નેતાઓને સંદેશ આપવાનો પ્રયાસ છે કે ભલે મતભેદો હોય, પણ પાર્ટી છોડી દેવી એ ઉકેલ નથી. તેમને એવી પણ શંકા છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી અસંતુષ્ટ નેતાઓના સંપર્કમાં છે. દરમિયાન, પ્રભારી ભૂપેશ બઘેલે પુનરોચ્ચાર કર્યો કે પાર્ટીમાં બધું બરાબર છે.





































