જાફરાબાદમાં નકટાનીની વાવ પાસે (પીપળીકાંઠા)માં રહેતા ગીતાબેન કાનજીભાઈ બાંભણીયા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ કાનજીભાઈ શંકરભાઈ બાંભણીયા (ઉ.વ.૩૭)નો હોડીમાંથી પગ લપસી જવાથી દરિયામાં પડી ગયા હતા. જેના કારણે ડૂબી જવાથી
મૃત્યુ પામ્યા હતા. માછીમારના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ જી મારુ વધુ તપાસ કરી રહ્યા છે.






































