આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ સંઘ દ્વારા અમરેલી લાઠી રોડ, અમરેલી ભોજલીયા હનુમાન મંદિર, અમરેલી નવરત્ન મહાદેવ મંદિર, લાઠી, લીલીયા અને ખાંભા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના ડાયરેક્ટર અરુણભાઇ પટેલ, જયભાઇ મસરાણી, અંબરીશભાઈ જોષી, રવિભાઈ પંડ્‌યા, રાજભાઈ જાની, નિખિલભાઈ પટેલ, રોમીલભાઈ કોટડિયા, ધર્મેશભાઈ સોની, લાઠી નગરપાલિકા પ્રમુખ ચેતનભાઈ જમોડ, અનિલભાઈ નાંઢા, લાઠી નગરપાલિકાના સદસ્યો, લીલીયા ક્રેડિટ કો-આૅપરેટિવ સો. ના અધ્યક્ષ મગનભાઇ વીરાણી, ડાયરેક્ટર મનસુખભાઈ ચોપડા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જે. ગેલાણી, પૂર્વ સરપંચ ધીરુભાઈ ઉપરેઠિયા, નવરત્ન મહાદેવ મંદિરના પૂજારી બાબુદાદા, સંઘના એક્ઝિક્યુટિવ ભાર્ગવ ત્રિવેદી, સી.ઈ.આઈ. સાગર મહેતા, લુણીધારના સરપંચ રાજેશભાઈ દામોદરા, ઉપસરપંચ કિરીટભાઈ સરધારા, ગ્રામજનો, સહકારી અગ્રણીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.